Charotar Sandesh
ચરોતર શૈક્ષણિક સમાચાર

ચરોતર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં હિન્દી લેખન સ્પર્ધાનું ઓનલાઇન આયોજન કરાયું…

  • રાષ્ટ્રભાષા હિન્દીને પ્રોત્સાહન આપવા માટે દરેક વિદ્યાર્થી ઓને લેખન સ્પર્ધામાં ઉત્સાહિત કરવામાં આવ્યાં હતાં…

આણંદ : ચરોતર એજ્યુકેશન સોસાયટી સંચાલિત ચરોતર ઇંગ્લિશ મિડીયમ સ્કૂલ પ્રાથમિક વિભાગમાં તારીખ :-૨૮ જૂન ૨૦૨૧ સોમવાર નાં રોજ ધોરણ ૩ થી ૫ માં હિન્દી લેખન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રભાષા હિન્દીને પ્રોત્સાહન આપવા માટે દરેક વિદ્યાર્થી ઓને લેખન સ્પર્ધામાં ઉત્સાહિત કરવામાં આવ્યાં હતાં.

ચરોતર ઈંગ્લીશ મિડીયમ સ્કૂલમાં વિદ્યાર્થીઓને વયને ધ્યાનમાં રાખી શિક્ષણ ઉપરાંત શૈક્ષણિક ઈત્તરપ્રવૃતિઓ અને શૈક્ષણિક અન્ય સ્પર્ધાઓ પણ કરાવવામાં આવે છે. અને આજ ઉદ્દેશ્યથી બાળકોનો સર્વાગી વિકાસ થાય અને બાળકો રમત ગમત સાથે શિક્ષણ પ્રત્યે વધુ ને વધુ પ્રોત્સાહિત થાય તે માટે શાળામાં શૈક્ષણિક ઈત્તર પ્રવૃતિઓ અને શૈક્ષણિક અન્ય સ્પર્ધાઓ કરાવવામાં આવે છે. શિક્ષકો દ્વારા યોગ્ય માર્ગદર્શન અને પ્રેરણા પુરા પાડવામાં આવે છે.શાળાના યુવા અને દીર્ઘદ્રષ્ટા લોકલાડીલા આચાર્યશ્રી કાર્તિકભાઈ પટેલ દ્વારા પ્રથમ આવનાર વિદ્યાર્થીને વર્ચ્યુઅલ હાર્દિક શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવ્યા હતા, અને બાળકો માટે શાળામાં કરવામાં આવતી વિવિધ અન્ય પ્રવૃતિઓમાં પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ઓનલાઈન વર્ચ્યુઅલ ભાગ લે તે માટે પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.

  • Jignesh Patel, Anand

Related posts

વડતાલ સંપ્રદાયના મોટાલાલજી પૂ. સૌરભપ્રસાદદાસજીના સ્નેહ સત્કાર સમારંભ યોજાયો…

Charotar Sandesh

આણંદમાં ૪ હોસ્પિટલ પાસે ફાયર NOC ન હોવાથી ફાયર વિભાગ દ્વારા અપાઇ નોટિસ

Charotar Sandesh

નવરાત્રિ હસ્‍તકલા પ્રદર્શન-સહ વેચાણનો દ્વારકેશ ગ્રાઉન્‍ડ ખાતે પ્રારંભ  કરાવતા જિલ્‍લા કલેકટર આર.જી.ગોહિલ

Charotar Sandesh