મોગર પાસેના નેશનલ હાઈવે પર ગેસ સ્ટેશન ખાતે ચરોતરનો ચટાકો શરૂ કરાશે…
રેસ્ટોરન્ટનું ઉદ્ઘાટન ૨૫મી ઓક્ટોબરે શૂટિંગ ચેમ્પિયન લજ્જા ગોસ્વામીના હસ્તે કરાશે…
આણંદ : મહિલાઓ સંચાલિત ગેસ સ્ટેશન બાદ હવે મહિલાઓ સંચાલિત મંડળી લિ. દ્વારા શરૂ કરાશે. ચરોતર ગેસ મંડળીના નેશનલ હાઈવે પર મોગર પાસે આવેલ સીએનજી ગેસ સ્ટેશન ખાતે ૨૫મી ઓક્ટોબરના રોજ મહિલાઓ સંચાલિત રેસ્ટોરન્ટ ચરોતરનો ચટાકો ખુલ્લુ મુકવામાં આવશે.
ચરોતર ગેસ મંડળી લિ. વિઠ્ઠલ ઉદ્યોગનગર દ્વારા મોગર સીએનજી ગેસ સ્ટેશનનો વાર્ષિકોત્સવ ઉજવાયો હતો. આ પ્રસંગે ચરોતર ગેસ સહકારી મંડળી લિ.ના ચેરમેન કિરણભાઈ પટેલે જણાવ્યું હતું કે, મોગર સીએનજી ગેસ સ્ટેશન ખાતે હવે મહિલાઓ સંચાલિત રેસ્ટોરન્ટ શરૂ કરાશે. જ્યાં લોકોને રેસ્ટોરન્ટ શરૂ કરાશે. જ્યાં લોકોને ચરોતરનો ચટાકો કરવાનો લ્હાવો મળશે. ગેસ સ્ટેશનનું સંચાલન મહિલાઓના હાથમાં સોંપીને મળેલી સફળતા બાદ હવે રસ્ટોરન્ટનું સંચાલન પણ મહિલાઓના હાથમાં સોંપાશે. ચરોતરનો ચટાકોમાં ચરોતરની પ્રખ્યાત વાનગીઓ ભગવતીના ભજિયા, પેટીસ, વિવિધ ફ્લેવરની ચા, ઠંડા પીણા, નમકીન, બેકરીની વિવિધ પ્રોડક્ટ્સ, અમૂલની વિવિધ પ્રોડક્ટ, મસાલા, ચવાણું થેપલાં, હલવાસન, પીઝા, વિવિધ ચોકલેટ વગેરેનો સ્વાદ માણી શકાશે. રેસ્ટોરન્ટનું સંચાલન સંપૂર્ણપણે મહિલાઓ દ્વારા કરાશે. રેસ્ટોરન્ટ સવારના ૬થી રાત્રિના ૧૦ કલાક સુધી ખુલ્લી રહેશે. રેસ્ટોરન્ટનું ઉદ્ઘાટન રાઈફલ શુટિંગ ચેમ્પિયન લજ્જા ગોસ્વામીના હસ્વે કરાશે.
આ પ્રસંગે સાઉન્ડ સેન્સ વલ્લભ વિદ્યાનગરની સીડિયા એવોર્ડ યુકે માટે પસંદગી થવા બદલ ગૌરવ ભટ્ટ, અંકુર ભટ્ટ અને તેમની ટીમનું સન્માન કરાયું હતું. આ પ્રસંગે મંડળીના મેનેજિંગ ડિરેક્ટર હસમુખભાઈ પટેલ, ડિરેક્ટર્સ રમેશભાઈ શાહ અને જયેશભાઈ પટેલ દ્વારા ચરોતર ગેસના પ્રતિક એવોર્ડ દ્વારા સન્માનિત કરાયા હતા. સ્વ.પંકજભાઈ ભટ્ટના પુત્રો ગૌરવ ભટ્ટ, અંકુર ભટ્ટ અને તેમના માતૃશ્રી હેમુબેન ભટ્ટના પરિવારને સાઉન્ડની ઉંડી સમજ બદલ તથા વિશ્વના નકશા પર તેઓ દ્વારા વિદ્યાનગરનું નામ રોશન કરવા બદલ બિરદાવ્યા હતા.