નરેન્દ્ર મોદીની અપીલ પર રાજકુમાર રાવે દિવાળી પર નવો ટ્રેન્ડ શરૂ કર્યો…
મુંબઈ : મેડ ઇન ચાઇનાના એક્ટર રાજકુમાર રાવએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઇન્ડિયા વાળી દિવાળીની અપીલ કરતો એક વીડિયો ટિ્વટ કર્યો છે. રાજકુમાર રાવેની તરફથી જાહેર કરવામાં આવેલા આ વીડિયોમાં એક નવા વિચાર સાથે દિવાળી કરવાનું લોકોને કહેવામાં આવ્યું છે. જેમાં દિવાળીની મીઠાઇ અને ભેટ જરૂરિયાતમંદ લોકોને આપવાની વાત કહેવામાં આવી છે. જેને સામાન્ય રીતે તહેવારોની ખુશીમાં ભૂલાવી દેવામાં આવે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ દિવાળી પર તે લોકોને પણ પોતાની સાથે જોડવાની અપીલ કરી છે જે આર્થિક કે પરિસ્થિતિના કારણે દિવાળી નથી ઉજવી શકતા. જેમને કોઇ ભેટ નથી મળતી. રાજકુમાર અને તેમની ટીમે આ દિવાળી આવા લોકો માટે ખાસ મીઠાઇ અને ભેટ આપવાની વીડિયોમાં અપીલ કરી છે.
રામકુમાર રાવે વીડિયો શેયર કરતા કહ્યું છે કે આ કેટલો સાધારણ પણ મહાન વિચાર છે, ચલો આ દિવાળીએ એક નવી પરંપરા શરૂ કરીએ. ચલો ઇન્ડિયા વાળી દિવાળી મનાવીએ. જેમાં તેમણે પીએમ નરેન્દ્ર મોદીને પણ મેન્શન કર્યા છે.