Charotar Sandesh
બિઝનેસ

ચાલુ વર્ષે ભારતનો આર્થિક વૃદ્ધિ દર -૧૧.૫% રહેશે : મૂડી’ઝ

નાણાં વ્યવસ્થામાં વધતા તણાવથી ક્રેડિટ પ્રોફાઈલ પ્રભાવિત થવાનું જોખમ…

ન્યુ દિલ્હી : મૂડી’ઝ ઈન્વેસ્ટ સર્વિસે ચાલુ વર્ષનો ભારતનો આર્થિક વિકાસનો અંદાજ ઘટાડીને માઈનસ ૧૧.૫ ટકા રહેવાનો અંદાજ વ્યક્ત કર્યો છે. અગાઉ સંસ્થાએ ભૈરતનો જીડીપી દર માઈનસ ૪ ટકા રહેવાનો અંદાજ વ્યક્ત કર્યો હતો.
મૂડી’ઝના મતે નીચા ગ્રોથ, ચા ઋણ ભાર અને નબળી નાણાકીય વ્યવસ્થાને પગલે ભારતની ક્રેડિટ પ્રોફાઈલ ઝડપથી કથળી રહી છે. જ્યારે કોરોના વાયરસ મહામારીને પગલે જોખમ વધ્યું છે. અર્થતંત્ર અને નાણાકીય વ્યવસ્થામાં વધુ તણાવના જોખમને લીધે લાંબા ગાળે નાણાકીય મજબૂતી પ્રભાવિત થઈ શકે અથવા ધોવાણ થઈ શકે છે. જેને પગલે ક્રેડિટ પ્રોફાઈલ પર દબાણ અનુભવાશે. ચાલુ નાણાકીય વર્ષમાં ભારતનો જીડીપી -૧૧.૫ ટકા રહેવાનો અંદાજ છે.
૨૦૨૧-૨૨ માટે અર્થતંત્રમાં ૧૦.૬ ટકાની વૃદ્ધિનો અંદાજ મૂડીઝે વ્યક્ત કર્યો હતો. અગાઉ રેટિંગ એજન્સી ફિચે પણ ભારતનો ચાલુ વર્ષનો જીડીપી ગ્રોથ -૧૦.૫ ટકા રહેવાની આગાહી કરી હતી. ક્રિસિલ અને ઈન્ડિયા રેટિંગ્સ એન્ડ રિસર્ચે જીડીપી અનુક્રમે -૯ ટકા અને -૧૧.૮ ટકા રહેવાનો અંદાજ વ્યક્ત કર્યો હતો.

Related posts

કોરોનાનો કાળો કેર : સેન્સેક્સમાં ૨૭૦૦ અંકનું ગાબડુ…

Charotar Sandesh

શેર બજારમાં રોકાણની સલાહ આપનારા લોકો હવે ઇન્વેસ્ટરો માટે ટ્રેડીંગ નહિ કરી શકે…

Charotar Sandesh

અદાણીની સંપત્તિ ચાલુ વર્ષે ૧.૪૧ લાખ કરોડ તો અંબાણીની ૧.૨૧ લાખ કરોડ વધી…

Charotar Sandesh