Charotar Sandesh
ગુજરાત બિઝનેસ

ચીનના બિઝનેસમેનને પછાડી અદાણી એશિયાના સૌથી ધનિક વ્યક્તિ બન્યા…

અદાણીની કુલ સંપત્તિ ૬.૫ બિલિયન ડોલરે પહોંચી…

અમદાવાદ : અદાણી ગ્રૂપ ઓફ કંપનીના માલિક ગૌતમ અદાણી ચીની બિઝનેસમેન ઝોંગ શેનશેનને પછાડી એશિયાના બીજા સૌથી ધનિક વ્યક્તિ બની ગયા છે. બ્લુમબર્ગ બિલિયોનર્સ ઇન્ડેક્સના મતે એશિયાના સૌથી ધનિક વ્યક્તિનો તાજ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીની પાસે છે.
ગૌતમ અદાણીએ ચીની અબજોપતિ ઝોંગને જબરદસ્ત માત આપી છે. છેલ્લાં કેટલાંક મહિનાઓમાં સ્ટોક માર્કેટમાં અદાણી ગ્રૂપની કંપનીઓના શેરમાં આવેલા જબરદસ્ત ઉછાળાથી ગૌતમ અદાણીની સંપત્તિમાં વધારો થયો છે.
બ્લૂમબર્ગ બિલિયોનર્સ ઇન્ડેક્સના મતે હજુ પણ ગૌતમ અદાણીની કુલ સંપત્તિ ૬૬.૫ બિલિયન ડોલર છે જ્યારે ઝોંગ શેનશેનની કુલ સંપત્તિ ૬૩.૬ બિલિયન ડોલર છે. જ્યારે મુકેશ અંબાણીની કુલ નેટવર્થ ૭૬.૫ બિલિયન ડોલર છે. તે દુનિયાના ૧૩માં સૌથી ધનિક વ્યક્તિ છે. જ્યારે ગૌતમ અદાણી દુનિયાના ૧૪મા સૌથી ધનિક વ્યક્તિ બની ગયા છે.
હવે ગૌતમ અદાણી અને મુકેશ અંબાણીની નેટવર્થમાં હવે માત્ર ૧૦.૪ અબજ ડોલરનું જ અંતર રહી ગયું છે. આ વર્ષે મુકેશ અંબાણીની નેટવર્થમાં અત્યાર સુધીમાં ૧૭૫.૫ મિલિયન ડોલરનો ઘટાડો આવ્યો છે જ્યારે ગૌતમ અદાણીની સંપત્તિ આ વર્ષે ૩૨.૭ બિલિયન ડોલર વધી ગઇ છે.
ઝોંગની નેટવર્થમાં આ વર્ષે ૧૪.૬ બિલિયન ડોલરનો ઘટાડો આવ્યો છે. આપને જણાવી દઇએ કે ૨૦૨૧ની શરૂઆતમાં ઝોંગ શેનશેન દુનિયાના છઠ્ઠા સૌથી ધનિક વ્યક્તિ હતા. આ સિવાય ચીનના બીજા એક બિઝનેસમેન હુઆતેંગ પણ ૬૦.૫ અબજ ડોલર નેટવર્થની સાથે દુનિયામાં ૨૧માં અને એશિયામાં ચોથા નંબર પર આવી ગયા છે.
છેલ્લાં એક વર્ષમાં અદાણી ગ્રૂપની કંપનીઓના શેરમાં આવેલી જબરદસ્ત તેજીનું કારણ ગૌતમ અદાણીની સંપત્તિમાં મોટો ઉછાળો આવ્યો છે. અદાણી ગ્રીન એનર્જી, અદાણી એન્ટરપ્રાઇસીસ, અદાણી ટોટલ ગેસ અને અદાણી ટ્રાન્સમિશનના શેરમાં છેલ્લાં ૬ મહિનામાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે.
છેલ્લાં એક વર્ષમાં અદાણી ટોટલ ગેસનો શેર ૧૧૪૫% ઉછળ્યો. જ્યારે અદાણી એન્ટરપ્રાઇઝના શેરમાં ૮૨૭% અને અદાણી ટ્રાન્સમિશનના શેરમાં ૬૧૭%નો ઉછાળો આવ્યો છે. આ સિવાય અદાણી ગ્રીન એનર્જીનો શેર પણ ૪૩૩% અને અદાણી પાવરનો શેર ૧૮૯% ઉછળ્યો છે.

આ છે એશિયાના ટોપ-૫ શ્રીમંત :
મુકેશ અંબાણી – $૭૬.૫ અબજ
ગૌતમ અદાણી – $૬૬.૫ અબજ
ઝોન્ગ શાનશાન (ચીન) – $૬૩.૬ અબજ
માહુઆંગતેંગ (ચીન) – $૬૦.૫ અબજ
જેક મા (ચીન) – $૪૮.૭ અબજ

Related posts

ગુજરાત વિધાનસભા ચુંટણી : EVM સાથે મતદાન કરતા સમયનો ફોટો વાયરલ કરશો તો ગુનો દાખલ થશે

Charotar Sandesh

મહીનું રોદ્ર સ્વરૂપ : ઉમરેઠ તાલુકાના 2, આણંદના 4, આંકલાવ અને બોરસદના 20 ગામો ઉપર હજુ પણ ખતરો…

Charotar Sandesh

વેક્સિનેશન : ૪૦ હજાર સિનિયર સિટિઝનને રસી મુકાઈ, ૨ મહિનામાં ૫ લાખનો ટાર્ગેટ…

Charotar Sandesh