Charotar Sandesh
ઈન્ડિયા

ચીનમાં ફસાયેલા ૩૨૪ ભારતીય વિદ્યાર્થીઓને એરલિફ્ટ કરાયા…

એર ઇન્ડિયાનું વિમાન વહેલી સવારે દિલ્હી આવી પહોંચ્યુ…

ન્યુ દિલ્હી : એર ઇન્ડિયાનું સ્પેશ્યલ વિમાન ચીનના વુહાન એરપોર્ટથી શનિવાર સવારે દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પહોંચ્યું. કોરોના વાયરસના ખતરાને જોતા સવારે અંદાજે સાડા સાત વાગ્યે આ વિમાનથી ૩૨૪ ભારતીય વિદ્યાર્થીઓને પાછા લવાયા છે. વુહાન હુબેઇ પ્રાંતની રાજધાની છે. અહીં કોરોના વાયરસનું સૌથી વધુ સંક્રમણ જોવા મળ્યું છે. ચીનમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસે ૨૫૯ લોકોના જીવ લઇ લીધા છે અને ૧૦,૦૦૦થી વધુ કેસ સામે આવી ચૂકયા છે.

આ બધાની વચ્ચે ચીનના વુહાનથી દેશ પાછા આવનાર ભારતીયોની તપાસ માટે ડૉકટરની ટીમ પણ તૈનાત છે. વિમાનમાં સવાર તમામ ભારતીયોનું સ્ક્રીનિંગ કરવાની તૈયારી કરાઇ. ડૉકટરની ટીમ આઇજીઆઈ એરપોર્ટ પર વિમાનમાંથી આવનાર ભારતીય પેસેન્જરની તપાસ કરી રહ્યું છે. ભારતીયોને લાવવા ચીન માટે ઉડેલા એર ઇન્ડિયાનું પ્લેન વુહાનમાં શુક્રવાર સવારે ૭ વાગ્યે લેન્ડ થયું હતું. આપને જણાવી દઇએ કે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનએ કોરોનાને ગ્લોબલ ઇમરજન્સી જાહેર કરી છે. અહીં વાયરસ સંક્રમણના ૧૧૭૯૧ મામલા સામે આવી ચૂકયા છે. બીજીબાજુ હોસ્પિટલોમાં દાખલ ૨૪૩ લોકોની સારવાદ બાદ રજા આપી દેવાઇ છે.

હરિયાણાના માનેસરમાં સેનાએ શિબિર બનાવી
આઇટીબીપીએ પણ દિલ્હીમાં આવી વ્યવસ્થા કરી છે, જ્યાં ૬૦૦ લોકોની સારવાર, દેખભાળ માટે અલગથી બેડની વ્યવસ્થા રહેશે. સેનાએ હરિયાણાના માનેસરમાં એક કેન્દ્ર બનાવ્યું છે, જ્યાં ચીનથી આવેલા લોકોને દેખરેખમાં રખાશે. પહેલાં પેસેન્જર્સની એરપોર્ટ પર તપાસ કરાશે અને ત્યારબાદ તેમણે માનેસર સ્થિત કેન્દ્રમાં લઇ જવાશે. જો કોઇ કોરોના વાયરસથી ગ્રસ્તિની આશંકા હશે તો તેમને દિલ્હી કેન્ટ સ્થિત હોસ્પિટલમાં બનેલા એક અલગ વોર્ડમાં શિફ્ટ કરશે.

ઉલ્લેખનીય છે કે હુબેઇ પ્રાંતમાં કોરોના વાયરસની સૌથી વધુ અસર દેખાઇ છે. વુહાન આ હુબેઇ પ્રાંતની રાજધાની છે. અહીં કેન્દ્ર છે જેને સત્તાવાર રીતે ૨૦૧૯-એનસીઓવીના નામથી ઓળખાય છે. વુહાન હુબેઇની પ્રાંતીય રાજધાની છે. અહીં લગભગ ૭૦૦ ભારતીયો રહે છે. તેમાંથી સત્તાવાર મેડિકલ વિદ્યાર્થી અને રિસર્ચ સ્કોલર છે જે અહીંની સ્થાનિક યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરી રહ્યા છે.

Related posts

મોંઘવારીએ ફરી માથું ઉંચક્યુ : ગૃહિણીઓનું બજેટ ખોરવાયું…

Charotar Sandesh

દિલ્હીમાં હવે દારૂની હોમ ડિલિવરી થઇ શકશે : કેજરીવાલ સરકારે આપી મંજૂરી…

Charotar Sandesh

Breaking : વિશ્વભરમાં Gmail ઠપ, યુર્ઝસ પરેશાન : ભારતમાં 36.5 કરોડ યુઝર…

Charotar Sandesh