Charotar Sandesh
વર્લ્ડ

ચીન સપ્ટેમ્બર સુધી કોરોનાની વેક્સીન લોન્ચ કરે તેવી શક્યતા..

સપ્ટેમ્બરથી ડિસેમ્બરની વચ્ચે આવશે વેક્સીન…

બેઇજિંગ : કોરોના વાયરસ વેક્સીનને લઇ ચીનના એક ટોચના વૈજ્ઞાનિકે દાવો કર્યો છે કે સંક્રમિતોની સારવાર માટે સપ્ટેમ્બર બાદ ગમે ત્યારે બજારમાં ઉતારી શકે છે. તેમણે કહ્યું કે વૈશ્વિક મહામારીને ઉકેલવા માટે હર્ડ ઇમ્યુનિટી નહીં પરંતુ વેક્સીનેશન જ મુખ્ય સમાધાન હશે. તેમણે કહ્યું કે આ વેક્સીનનું ટ્રાયલ અંતિમ તબક્કામાં છે અને ટૂંક સમયમાં જ અમે તેને લઇ મોટી જાહેરાત કરી શકીએ છીએ.
ચીનના મુખ્ય ચિકિત્સા સલાહકાર ઝોંગ નાનશાને કહ્યું કે અમે કોરોના વાયરસની કેટલીય વેક્સીન પર કામ કરી રહ્યા છીએ. તેમાંથી કેટલીક રસી સપ્ટેમ્બરથી લઇ ડિસેમ્બરની વચ્ચે હોસ્પિટલોમાં સારવાર માટે ઉપલબ્ધ કરાવાશે. આપને જણાવી દઇએ કે આવી જ જાહેરાત ચીનના સેન્ટર ફોર ડિસીસ પ્રિવેનશ્ન એન્ડ કંટ્રોલના મહાનિર્દેશક ડૉ.ગાઓ ફૂ એ પહેલાં પણ કરી હતી.
ડૉ.ઝોંગ નાનશાને બ્રિટિશ સરકારની બર્ડ ઇમ્યુનિટી થિયોરી પર ચિંતા વ્યકત કરી. તેમણે કહ્યું કે આનાથી લાખો લોકોના જીવનને ખતરો થઇ શકે છે. તેનાથી બચવા માટી રસી સિવાય બીજો કોઇ ઉપયા જ નથી. કોરોના વાયરસની વિરૂદ્ધ ચીનની લડાઇનું નેતૃત્વ કરવા માટે નિમણૂક કરાયેલા ડૉકટર ઝોંગ એ કહ્યું કે હર્ડ ઇમ્યુનિટી એ સ્થિતિને જણાવે છે જ્યાં લોકો એ એક બીમારીના પ્રત્યે રક્ષા પ્રાપ્ત કરી લીધી છે.

Related posts

‘O’ બ્લડ ગ્રૂપના લોકોને કોરોના સંક્રમણનો ખતરો ઓછો : રિસર્ચ

Charotar Sandesh

અત્યાર સુધી વિશ્વમાં ૧.૫ કરોડ લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યો : WHOનું અનુમાન

Charotar Sandesh

યુક્રેન સાથે ચાલી રહેલ યુદ્ધ બાદ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનની સુરક્ષા વધારાઈ

Charotar Sandesh