અમેરિકા પાસે અત્યારે પણ વિશ્વની શ્રેષ્ઠ સૈન્ય શક્તિ…
ચીનના પાડોશી દેશ બેઇજિંગની આક્રમક કાર્યવાહીથી સુરક્ષિત નથી…
USA : ભારત અને ચીનના સરહદી વિવાદ વચ્ચે અમેરિકાએ નીડરતાપૂર્વક કહી દીધું છે કે, તે પ્રશાંત મહાસાગર હોય કે તેનાથી આગળ, પોતાની પ્રભાવી શક્તિની ભૂમિકાથી પીછેહઠ નહીં કરે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ચીફ ઓફ સ્ટાફ માર્ક મેડોસના કહેવા પ્રમાણે ભારત અને ચીનના વિવાદ સાથે સંકળાયેલો મુદ્દો હોય કે પછી બીજું કાંઈ પણ તેમનું (અમેરિકાનું) વલણ આકરૂં જ રહેશે. વધુમાં તેમણે ચીનની સરહદ સાથે જોડાયેલા કોઈ દેશ બેઈજિંગની આક્રમક કાર્યવાહીથી સુરક્ષિત નથી તેમ પણ જણાવ્યું હતું.
તણાવના માહોલ વચ્ચે દક્ષિણ ચીની સમુદ્રમાં બે એરક્રાફ્ટ કેરિયર તૈનાત કરવા મામલે મેડોસે જણાવ્યું કે, ’અમારો સંદેશો સ્પષ્ટ છે. અમે મૂકદર્શક નહીં બની રહીએ. ચીન હોય કે કોઈ બીજું, અમે તે વિસ્તાર કે અન્ય કોઈ જગ્યાએ બીજા કોઈ દેશને સૌથી શક્તિશાળી, પ્રભાવી તાકાતનો દરજ્જો નહીં લેવા દઈએ. અમારી સૈન્ય તાકાત મજબૂત છે અને ભવિષ્યમાં પણ મજબૂત જ રહેશે. પછી તે ભારત અને ચીન વચ્ચેના સંઘર્ષ સાથે સંકળાયેલો મુદ્દો હોય કે કોઈ અન્ય.’
મેડોસના કહેવા પ્રમાણે અમેરિકાનું મિશન વિશ્વને જ્ઞાત થાય કે અમેરિકા આજે પણ વિશ્વની સર્વશ્રેષ્ઠ સૈન્ય તાકાત છે તે સુનિશ્ચિત કરવાનું છે. અમેરિકાનું આ નિવેદન એવા સમયે સામે આવ્યું છે જ્યારે ચીને સોમવારે કહ્યું હતું કે, ’આગળના મોરચે તૈનાત સૈનિકો ભારત સાથે જોડાયેલી વાસ્તવિક નિયંત્રણ રેખા પર ગાલવાન ઘાટીમાં પીછેહઠ કરવા અને તણાવ ઘટાડવાની દિશામાં પ્રગતિ માટે પ્રભાવી પગલા ભરી રહ્યા છે.’
- Naren Patel