લ્હાણીની જેમ ચેક વહેંચી આર્થિક ગુન્હાઓ કરતા તત્વો વિરુદ્ધ કોર્ટનું સખ્ત વલણ…
નેગોશિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ એટલેકે બેંક ચેક બાઉન્સ થવાના મામલામાં ગઈ કાલે ઉમરેઠ જ્યુડીશ્યલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ કલાસ કોર્ટના જજ આઈ.આઈ.પઠાણે પંદર અલગ અલગ કેસોના તમામ પંદર આરોપીઓને દશ -દશ માસની સાદી કેદની સજા ફટકારતા સન્નાટો છવાઈ ગયો હતો તેમજ કલમ 138ના કાયદાની કેટલીક ”બારી” ઓનો ઉપયોગ કરીને આર્થિક છેતરપિંડી કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.
તાલુકા મથક ઉમરેઠમાં ગઈ કાલે બે ઘટનાઓની ચર્ચો ઠેર-ઠેર સાંભળવા મળી રહી હતી,એક તો હૈદરાબાદ ની રેપ વિથ મર્ડર કેસના આરોપીઓનું એન્કાઉન્ટર તેમજ ઉમરેઠ કોર્ટે કલમ 138ના કાયદામાં સખત વલણ દાખવી પંદર કેસોના તમામ પંદર આરોપીઓને ફટકારેલી સજા, ઉમરેઠ જ્યુડીશ્યલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ કલાસ કોર્ટના જજ આઈ.આઈ. પઠાણની કોર્ટમાં ગતરોજ નેગોશિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ એટલેકે કલમ 138 [બેન્કના ચેક બાઉન્સ]ના મામલામાં અલગ અલગ પંદર કેસો ચાલી જતા, લ્હાણીની જેમ ચેકો વહેંચી પાછળ થી વિશ્વાસઘાત કરતા તત્વોની શાન ઠેકાણે લાવતો ચુકાદો જાહેર કરી તમામ કેસોના તમામ આરોપીઓને દશ-દશ માસની સાદી જેલ તેમજ ચેકની રકમ નિયત સમયમાં પરત કરવાનો હુકમ કરતા કોર્ટ પરિસરમાં સન્નાટો વ્યાપી ગયો હતો, તેમજ આ ચુકાદાથી ખાસ કરીને વેપારીઓ, ફાયનાન્સ કંપનીઓ તેમજ ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો હતો, તેમજ ઉમરેઠ કોર્ટના ચુકાદાને વધાવી લીધો હતો.
કલમ 138ના ગુન્હેગારો એક મહિલા સહિત તમામને દશ માસની સજા…
ઉમરેઠ કોર્ટે ગઈકાલે પંદર લોકોનો ”કરી” નાખવાનો પરપોટો ફોડી નાખ્યો હતો…
[1] ફરિયાદી- શિવ ફાયનાન્સ, આરોપી- ઇશાક અહેમદ ફકરૂમીયા ચૌહાણ। રહે, સુલતાન ખડકી,કસ્બામાં ,ઉમરેઠ। ચેક ની રકમ 46.619.00
[2] ફરિયાદી- સંજયકુમાર મગનભાઈ પટેલ, રહે વણસોલ,તા.ઉમરેઠ,આરોપી- વર્ષાબેન બાબુભાઇ સોલંકી, રહે હરસિધ્ધિ માતાના મંદિર પાસે ચિખોદ્રા, ચેકની રકમ 36000.00
[3] ફરિયાદી- સંજયકુમાર મગનભાઈ પટેલ, રહે વણસોલ,તા.ઉમરેઠ, આરોપી-મફતભાઈ બાના નાભાઇ પરમાર, રહે ચિખોદ્રા ચેકની રકમ 3.24.000
[4] ફરિયાદી- અરવિંદભાઈ ભીખાભાઇ પટેલ,રહે,નવાપુરા બસ મથક સામે , મુ.ઓડ ,આરોપી-યોગેશકુમાર જેઠાભાઇ પંડ્યા, રહે, પંડ્યાની ખડકી, સુંદલપુરા, તા.ઉમરેઠ ચેકની રકમ 26 લાખ
[5] ફરિયાદી- ગીરીશભાઈ જશભાઈ પટેલ,રહે આમલીચકલા,ઉમરેઠ,આરોપી મનુભાઈ ગણપતભાઈ ચૌહાણ, રહે. ખાંખણપુરા, ડેરી પાસે,તા.ઉમરેઠ ચેકની રકમ 55.000.00
[6] ફરિયાદી- મુળજીભાઈ શનાભાઈ વાઘરી,રહે,ઓડ લખુ તલાવડી, આરોપી, ભરતસિંહ ભુદરસિંહ સોલંકી,રહે ડુંગરીપુરા તાબે,ભરોડા। ચેકની રકમ 2.50.000
[7] ફરિયાદી- ભુપેન્દ્રભાઈ ભગવાનભાઇ પટેલ,રહે,પણસોરા તા.ઉમરેઠ,આરોપી- મફતભાઈ બાના ભાઈ પરમાર,રહે ચિખોદ્રા ચેકની રકમ 6.50.000
[8 ]ફરિયાદી- આદિનાથ વેજીટેબલ શેરીન પ્રકાશચંદ્ર જૈન રહે, લલિતપુર,યુ.પી, આરોપી- સુરેશ બુધાભાઈ તળપદા,રહે રાહતલાવ, ચેકની રકમ 1,30.000.00
[9] ફરિયાદી- ધર્મેન્દ્રસિંહ જે.ગોહેલ,રહે ખીજલપૂર,આરોપી- નરેન્દ્ર ઉર્ફે નારાયણભાઈ મણીભાઈ પટેલ,રહે,ડાકોર નિપુલ પાર્ક, ચેકની રકમ 22 લાખ
[10] ફરિયાદી-શિવ ફાયનાન્સ, રહે. ઉમરેઠ,આરોપી-ઈદ્રીશ નાનજી મુનશી, રહે. ઓડ ગાંધાર નો ટેકરો
ચેકની રકમ 29.440.00
[11] ફરિયાદી- ભાઇલાલભાઈ રણછોડભાઈ ઠાકોર,રહે,ખાનકૂવા,આરોપી- સંજયભાઈ મગનભાઈ ઠાકોર રહે. દાગજીપુરા, તા.ઉમરેઠ ચેકની રકમ, 55.000.00
[12] ફરિયાદી-ગૌતમભાઈ પરસોત્તમભાઈ પટેલ, રહે. રોહિતવાસ,ઓડ,આરોપી- શૈલેષભાઇ બચુભાઈ રાઠોડ, મુ.ત્રાજ,તા.માતર ચેક ની રકમ 1.50.000.00
[13] ફરિયાદી- વિમલભાઈ બિપીનભાઈ પટેલ,રહે,રતનપુરા,તા.ઉમરેઠ,-આરો પી- ભીમાભાઇ દેસાઈભાઈ રાઠોડ, રહે. ભલજીપુરા રતનપુરા ,ચેકની રકમ 4.17.900.00
[14] ફરિયાદી- આદિનાથ વેજીટેબલ શેરીન પ્રકાશચંદ્ર જૈન રહે, લલિતપુર,યુ.પી, આરોપી- સુરેશ બુધાભાઈ તળપદા,રહે રાહતલાવ, ચેકની રકમ 1,30.000.00
15] ફરિયાદી-જીશાન સલીમ ઘાંચી વ્હોરા,રાવળીયા ચકલા,ઉમરેઠ,આરોપી- સદ્દામ હુશેન સબ્બીર હુશેન શેખ, રહે. મહુદા, ચેકની રકમ, બે લાખ
- નિમેષ પીલુન