હાલ સોશિયલ મીડિયાનો જમાનો છે. રોજને રોજ માર્કેટમાં કઈંક નવુ આવે છે. એમાની કેટલીક એપ્લિકેશન તો એવી હોય છે કે લોકોને તેની ગાંડી લત લાગે છે. અંતે આ લતને કારણે ખૂબ ગંભીર પરિણામો પણ ભોગવવા પડે છે…
આવો જ ટીકટોકના યુઝરોની આંખ ઉઘાડતો કિસ્સો સામે આવ્યો છે. ત્રણ કિશોરોને TikTok વાપરવુ ભારે પડ્યું છે. TikTok પર વિડીયો ઉતારી રહેલા કિશોરોનો અકસ્માત સર્જાયો હતો. આ યુવકો બાઇક ચલાવતી વખતે TikTok પર વિડીયો બનાવી રહ્યા હતા. એવામાં અકસ્માત સર્જાતા ત્રણેય કિશોરોને ગંભીર ઇજા પહોંચી હતી. જેમાં બે યુવકોના મોત થયા છે, જ્યારે એક ગંભીર હાલતમાં છે. આ કિસ્સો પરથી લોકોએ શીખ લેવાની જરૂર છે. ચાલુ વાહને આવી એપ્લિકેશનનો ઉપયોગ કેટલો ઘાતક છે તેનો આ ઉત્તમ દાખલો છે.
રોહનિયાં પોલીસ સ્ટેશનના ભુલ્લનપુર નિવાસી સંદીપ વિશ્વકર્મા, વિકાસ પટેલ અને નાથુપુર નિવાસી કરન રાજભર ત્રણેય ટિકટોક વીડિયો બનાવી રહ્યા હતા, તે દરમિયાન ધ્યાન ભટકતા જ બાઇક દીવાલ સાથે અથડાઇ ગઇ હતી. ઘટના સ્થળે હાજર લોકોએ તેમને હોસ્પિટલ પહોંચાડ્યા, પરંતુ રસ્તામાં જ સંદીપ અને વિકાસનું મોત થયું હતું. કરણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે.