બચ્ચન પરિવાર ઉપરાંત રીતિક રોશનનો આખો પરિવાર પણ વોટ આપવા પહોંચ્યો. રીતિકની સાથે તેના પિતા રાકેશ રોશન અને મમ્મી પિંકી રોશન પણ હતી.લોકસભા ચૂંટણીના ચોથા ચરણનું આજે વોટિંગ થઈ રહ્યું છે. મુંબઈની તમામ 6 સીટો પર આજે જ મતદાન થઈ રહ્યું છે. એવામાં સવારથી જ સેલિબ્રિટીઝ વોટ નાંખવા પહોંચી રહ્યા છે. બપોરે દોઢ વાગ્યાની આસપાસ ભારત રત્ન અને પૂર્વ ભારતીય ક્રિકેટર સચિન તેંદુલકરે પણ વોટ આપ્યો. સચિનની સાથે તેની પત્ની અંજલી અને બાળકો સારા અને અર્જુને પણ મતદાન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, સારા અને અર્જુનનું આ પહેલું મતદાન છે.
આ ઉપરાંત, બોલિવુડના મહાનાયક અમિતાભ બચ્ચન પોતાના સમગ્ર પરિવારની સાથે વોટ આપવા પહોંચ્યા હતા. અમિતાભ બચ્ચનની સાથે જયા બચ્ચન, અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચન પણ હતી.