Charotar Sandesh
ઈન્ડિયા

ચોમાસામાં પૂરની આફતથી દેશમાં હાહાકાર, આ વર્ષે ૨૧૦૦નાં મરણ થયા…

ન્યુ દિલ્હી : આ વર્ષે ચોમાસાની મોસમમાં ભારે વરસાદ અને પૂરની આફતે દેશભરમાં અનેક રાજ્યોમાં હાહાકાર મચાવી દીધો. પૂર અને વરસાદી દુર્ઘટનાઓને કારણે દેશભરમાં કુલ ૨,૧૨૦ જણના મરણ નોંધાયા છે, ૭૩૮ જણ ઘાયલ થયા છે અને ૪૬ જણ લાપતા છે. ૨૨ રાજ્યોમાં ૨૫ લાખથી વધુ લોકોનું જીવન અસ્તવ્યવસ્ત થઈ ગયું છે.

કેન્દ્રીય ગૃહ મંત્રાલયના અધિકારીઓએ આપેલી જાણકારી મુજબ, આ વર્ષે ચોમાસામાં દેશના ૩૫૭ જિલ્લાઓમાં ભારે વરસાદને પગલે પૂર અને ભેખડો ધસી પડવાની દુર્ઘટનાઓ બની હતી. સૌથી વધારે મરણ મહારાષ્ટ્રમાં નોંધાયા છે. આ રાજ્યમાં ૩૯૯ જણે જાન ગુમાવ્યા છે. ત્યારબાદ બીજા નંબરે પશ્ચિમ બંગાળ આવે છે – ૨૨૭ મરણ.

ગુજરાતમાં ૨૨ જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે નુકસાન જોવા મળ્યું. આ રાજ્યમાં ૧૬૯ જણે જાન ગુમાવ્યા છે તો ૧૭ જણ ઘાયલ થયા છે. ૧૦૨ રાહત શિબિરોમાં ૧૭ હજારથી વધુ લોકોને આશરો લેવો પડ્યો છે. વરસાદી આફતને કારણે ૨૦ હજાર જેટલા ઢોર-પશુઓ પણ માર્યા ગયા છે.

ભારે વરસાદ અને પૂરને કારણે ૧.૦૯ લાખ ઘરોને સંપૂર્ણપણે નુકસાન થયું છે. તો ૨.૦૫ લાખ જેટલા ઘરોને આંશિક નુકસાન થયું છે. ૧૪.૧૪ લાખ હેક્ટર જમીનમાં પાક નાશ પામ્યો છે. મહારાષ્ટ્રમાં ૨૨ જિલ્લાઓમાં મેઘતાંડવને કારણે પારાવાર નુકસાન થયું છે. ૩૬૯ જણ ઘાયલ થયા છે અને ૭ લાખ ૧૯ હજાર જેટલા લોકોને ૩૦૫ રાહત શિબિરોમાં આશરો લેવાની ફરજ પડી છે. બિહારમાં, ૧૬૬ જણના જાન ગયા છે અને ૨૩૫ રાહત શિબિરોમાં ૧ લાખ ૯૬ જણને આશરો લેવો પડ્યો છે. મધ્ય પ્રદેશમાં મરણાંક ૧૮૨નો છે અને ૩૮ જણ ઘાયલ થયા છે. સાત જણ લાપતા છે. ૩૮ જિલ્લાઓમાં ૯૮ રાહત શિબિરોમાં ૩૨ હજારથી વધારે લોકોએ આશરો લીધો છે.

Related posts

ચોથા ચરણના મતદાન માટે પરિવાર સાથે મતદાન કરવા પહોંચ્યા આ સેલિબ્રિટીઝ

Charotar Sandesh

મેં ભાજપ છોડ્યું ત્યારે અડવાણીની આંખમાં આંસુ હતા પણ તેમણે મને રોક્્યો નહીંઃ સિંહા

Charotar Sandesh

લગ્નનું વચન આપી ‘સંબંધ’ બાંધવો હંમેશા રેપ નથીઃ દિલ્હી હાઇકોર્ટનો મહત્વનો ફેંસલો…

Charotar Sandesh