Charotar Sandesh
ઈન્ડિયા

છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૧૬,૪૮૮ પોઝિટિવ કેસ નોંધાયા…

દેશભરમાં કોવિડ-૧૯ અંતર્ગત જાહેર કરેલ સરકારની ગાઇડલાઇન ૩૧ માર્ચ સુધી લાગુ રહેશે…

ન્યુ દિલ્હી : ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોના વાયરસનો પ્રકોર ફરી એકવાર સામે આવી રહ્યો છે. કેન્દ્ર સરકારની કોરોના ગાઈડલાઈન વિશે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલયે કોરોના મહાનારી રોકવા બનાવેલી ગાઈડલાઈનની સમયમર્યાદા ફરી વધારી છે. ગુજરાત સહિત સમગ્ર દેશભરમાં કોવડ-૧૯ સાથે જોડાયેલા દિશાનિર્દેશ હવે ૩૧ માર્ચ સુધી લાગુ રહેશે. તેના માટે ગૃહ સચિવે દેશના તમામ રાજ્યોને પત્ર લખ્યો છે. પત્રમાં ફરી તમામ રાજ્યોને સાવધાની રાખવાની અને કડક પગલા લેવાની સલાહ આપી છે.
કોરોનાના કેસ વધતાં કેન્દ્ર સરકારે ફરી એક મોટો નિર્ણય કર્યો છે. કેન્દ્ર સરકારની કોરોના ગાઈડલાઈન ૩૧મી માર્ચ સુધી લંબાવી દેવામાં આવી છે. સરકારે તમામ રાજ્યોને સાવધાની રાખવા તાકીદ કરી છે. ૨૭ જાન્યુઆરીના દિશા નિર્દેશને ૩૧ માર્ચ સુધી વધારી દેવામાં આવ્યો છે.
ગુજરાતના ગૃહ વિભાગે પણ કેન્દ્રના પગલે રાજ્યમાં કોવિડની ગાઈડલાઈનના પાલનની અવધિ ૩૧ માર્ચ સુધી લંબાવી દીધી છે. કોરોના સંક્રમણને રોકવા માઈક્રોકન્ટેનમેન્ટ ઝોન, સર્વેલન્સની કામગીરી માટે અવધિ લંબાવી દેવામાં આનવી છે. કેન્દ્ર સરકારની અમલમાં આવેલી માર્ગદર્શિકા હવે ગુજરાતમાં પણ ૩૧ માર્ચ સુધી લંબાવવામાં આવી છે.
કોરોના મહામારીથી બચવા ૨૭ જાન્યુઆરીએ દિશાનિર્દેશ જાહેર કરાયા હતા. તે અનુસાર, સિનેમા હોલ અને થિયેટરને દર્શકો સાથે ચલાવવાની મંજૂરી આપી છે. એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં આવન-જાવન પર કોઈ રોક નથી. સ્વીમિંગ પૂલના પણ ઉપયોગની મંજૂરી છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા પ્રમાણે, દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૬,૪૮૮ નવા કોવિડ-૧૯ કેસ નોંધાયા છે. જ્યારે ૧૧૩ લોકોના મોત થયા છે અને ૧૨,૭૭૧ લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા ૧,૧૦,૭૯,૯૭૯ થઈ છે. જ્યારે ૧,૦૭,૬૩,૪૫૧ લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક ૧,૫૬,૯૩૮ પર પહોંચ્યો છે અને એક્ટિવ કેસની સંખ્યા ૧,૫૯,૫૯૦ થઈ છે. દેશમાં અત્યાર સુધીમાં ૧,૪૨,૪૨,૫૪૭ લોકોનું રસીકરણ થઈ ચુક્યું છે.

Related posts

૨૦૨૪ સુધી કોંગ્રેસના અધ્યક્ષ તરીકે સોનિયા ગાંધી યથાવત્‌ રહે તેવી શક્યતા

Charotar Sandesh

પાકિસ્તાનની નફ્ફટાઇ : પૂંછ સેક્ટરમાં ફાયરિંગ, ૧ જવાન શહિદ, ૨ ઘાયલ

Charotar Sandesh

કેટલાક લોકો મહારાષ્ટ્રમાં કારકિર્દી બનાવે છે પણ આભાર નથી માનતા : સીએમ ઉદ્ધવ ઠાકરેએ તોડ્યું મૌન

Charotar Sandesh