શ્રીવિજયા એરલાઇન્સના બોઇંગ પ્લેનએ ઉડાન ભર્યાના ૪ મિનિટમાં સંપર્ક ગુમાવ્યો…
વિમાનમાં ૬૨ મુસાફરો સવાર હતા, વિમાનને ૧૦ હજાર ફૂટની ઉંચાઈ માત્ર એક મિનિટમાં ગુમાવતા ટ્રેક કરાઈ…
જકાર્તા : ઈન્ડોનેશિયાની રાજધાની જાકાર્તાથી ઉડાન ભર્યા બાદ એક ફ્લાઈટ ગુમ બતાવાઈ રહી છે. રિપોર્ટ મુજબ વિજયાએરની એક ફ્લાઈટ નંબર એસજે ૧૮૨માં ૬૨ મુસાફરો સવાર હતા. આ વિમાનની શોધ અભિયાન ચાલુ કરી દેવાયો છે. અત્યાર સુધી ફ્લાઈટના લોકેશન બાબતે કોઈ જાતની જાણકારી મળી રહી નથી. ફ્લાઈટ રડાર ૨૪ અનુસાર આ વિમાન બોઈઁગ ૭૩૭-૫૦૦ની શ્રેણીનું છે. જેમાં શનિવારે સંજે જકાર્તાના સોકાર્નો -હટ્ટા એરપોર્ટથી ઉડ્ડયન કર્યું હતું. જણાવાઈ રહ્યું છે કે પ્લેન ટેકઓફ થયાની ૪ મિનિટમાં જ વિમાન સાથેનો સંપર્ક તૂટી ગયો છે.
રડાર પર આ વિમાનને ૧૦ હજાર ફૂટની ઉંચાઈ માત્ર એક મિનિટમાં ગુમાવતા ટ્રેક કરાઈ છે. જે પછીથી કોઈ અજુગતુ થવાની આશંકા વધી ગઈ છે. જો કોઈ આટલી ઝડપી વિમાન નીચે આવે છે તો તેના ક્રેશ થવાની સંભાવના વધી જાય છે. આ બાજુ ઈન્ડોનેશિયા સરકારે બચાવ કાર્ય માટે રાહત ટીમોને સક્રિય કરી દીધી છે. ઇન્ડોનેશિયા પરિવહન મંત્રાલયના પ્રવક્તા અદિતા ઈરાવતિએ કહ્યું કે બોઈંગ ૭૩૭-૫૦૦ વિમાન બપોરે લગભગ ૧.૫૬ કલાકે જકાર્તાથી ટેકઓફ થયું હતું. અને લગભગ ૨.૪૦ કલાકે તેનો સંપર્ક તૂટી ગયો છે. તેમણે એક નિવેદનમાં કહ્યું કે રાષ્ટ્રીય શોધ અને બચાવ એજન્સી અને રાષ્ટ્રીય પરિવહન સુરક્ષા સમિતિની સાથે સમન્વય સ્થાપિત કરીને ગુમ વિમાનને લઈને તપાસ કરાઈ રહી છે.
જકાર્તાથી જે વિમાન ગાયબ થયું છે તે પણ બોઈંગ ૭૩૭ મૈક્સ સીરીઝનું બતાવાઈ રહ્યું છે. આ વિમાનની સુરક્ષાને લઈને પહેલા પણ સવાલો ઊભા થયા હતા. સમાચાર તો એવા પણ આવી રહ્યા છે કે બોઈંગ આ વિમાનનું પ્રોડક્શન સુદ્ધા બંધ કરવાનું વિચારી રહી છે. સૌથી મોટી સમસ્યા આના એન્જિનમાં છે. ભલે પેટ્રોલની બચત થાય છે પરંતુ એન્જિન સમસ્યા ને કારણે તેની રફતાર ઘટી શકે છે. અને આ વિમાન બંધ થઈ શકે છે. આ સમસ્યાના નિરાકરણ માટે કંપનીએ એક સ્ઝ્રછજી નામનું સોફ્ટવેર વિમાનમાં લગાવ્યું છે. પરંતુ ઘણી વખત આ સોફ્ટવેર પણ ખોટું દિશાનિર્દેશ કરી દે છે. જેને કારણે વિમાન દુર્ઘટનાગ્રસ્ત થવાની સંભાવના વધી જાય છે.