Charotar Sandesh
ગુજરાત

જયંતી રવિના સ્થાને પંકજ કુમાર અને વિજય નેહરાના સ્થાને મુકેશકુમારની નિમણુંક કરાઈ…

ACS ડો.રાજીવ કુમાર ગુપ્તાને અમદાવાદમાં કોવિડ-૧૯ માટે ઓવરઓલ ચાર્જ સોંપવાનો નિર્ણય…

અમદાવાદ : ગુજરાતની સ્થિતિ વણસે તે પહેલા જ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સમયસર નિર્ણય લઈ મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ- છઝ્રજી પંકજ કુમારના સુપરવિઝન હેઠળ આરોગ્ય વિભાગ મુક્યો છે. કોવિડ-૧૯ની મહામારીને પ્રસરતી રોકવામાં પરિણામ ન મળતા સરકારમાં અગ્રસચિવ ડો.જંયતિ રવિની પાંખો વધુ એકવાર વેતરાઈ છે. છેલ્લા ૬ દિવસથી અમદાવાદમાં સતત પોઝિટીવ કેસ અને મૃત્યુદર વધી રહ્યો છે. હોટસ્પોટમાં પણ સ્થિતિ નિયંત્રણ હેઠળ ન આવતા મુખ્યમંત્રીએ પરીણામલક્ષી ટાસ્ક માટે જાણિતા ACS ડો.રાજીવ કુમાર ગુપ્તાને અમદાવાદમાં કોવિડ-૧૯ માટે ઓવરઓલ ચાર્જ સોંપવાનો નિર્ણય કર્યો છે.

ગત સપ્તાહે શુક્રવારે ગાંધીનગરમાં સ્થિતિ વણસી ત્યારે પણ આખુ પાટનગર ડો.ગુપ્તાને હવાલે મુકી દેવાયુ હતુ. તેમણે ત્રણ જ દિવસમાં ગાંધીનગરમાં લોકડાઉનનો ચૂસ્ત અમલ, કોવિડ-૧૯ માટે ચારથી વધુ હોસ્પિટલો ડેજિગ્નેટ કરીને તંત્રને દોડતુ કર્યુ છે, નાગરીકોને ઘરમાં રાખ્યા છે. અમદાવાદ મ્યુ. કમિશનર વિજય નહેરાએ ૧૪ દિવસ માટે ક્વોરોન્ટાઈનમાં રહેવાનો નિર્ણય કરતા મુખ્યમંત્રીએ તેમને ચાર્જ અગાઉ અમદાવાદમા કમિશનર રહી ચૂકેલા GML CEO મુકેશકુમારને સોંપવાનો નિર્ણય કર્યો હતો. ACS પંકજ કુમાર પૂર્વકાળમાં હાલ આરોગ્ય અગ્રસચિવ પણ રહી ચૂક્યા છે.

મહેસૂલ વિભાગના ACS હોવાથી સાંપ્રત સ્થિતિમાં કોવિડ-૧૯ના નિયંત્રણ માટે વહિવટી સ્તરે કલેક્ટર સહિત રાજ્યભરના જિલ્લા તંત્ર સાથે સીધા સંપર્કમાં હોવાથી ત્યાં પણ સરળતાથી તાલમેલ કરીને ભૂતકાળના અનુભવ સાથે આરોગ્ય વિભાગમાં આ મહામારી સામે લડવા હોસ્પિટલોનું સંચાલન પણ સુપરે કરી શકે તેમ છે. હાલની આપદામાં તેઓ પહેલાથી અમદાવાદમાં સિવિલ હોસ્પિટલ સહિત કોવિડ-૧૯ માટે હોસ્પિટલો અને તેમાં મેડિકલ ફેસેલિટી, હ્યુમન રિસોર્સ સહિતની બાબતો સંભાળી રહ્યા છે. હવે તેઓ આરોગ્ય અગ્રસચિવ ડો.જંયતિ રવિની ઉપર રાજ્યભરમાં કોવિડ-૧૯ને સ્પર્શતી તમામ બાબતો સંદર્ભે વિશેષ અધિકારી તરીકે મોનિટરીંગ કરશે.

Related posts

સરકારની પરપ્રાંતિયોને અપીલ- ધીરજ રાખો, ટ્રેનોની સંખ્યા વધારાશે…

Charotar Sandesh

રાજકોટની ઉદય શિવાનંદ કોવિડમાં હોમાઇ ૫ જીંદગી, સુપ્રીમ કોર્ટ લાલઘુમ…

Charotar Sandesh

અમદાવાદ BRTS બસની અડફેટે ૨ યુવાનના મોત : લોકોમાં ભારે રોષ, બસમાં તોડફોડ કરી…

Charotar Sandesh