Charotar Sandesh
ગુજરાત

જાહેરનામાની ઐસી-તૈસી : રાજકોટ, અમદાવાદ, ભાવનગરમાં ચાઇનીઝ તુક્કલોથી આકાશ રંગાયું…

ગુજરાત સરકારે ઉતરાણ પૂર્વે તુકકલ પર પ્રતિબંધ મુક્યો હોવાં છતાં અનેક વિસ્તારોમાં સાંજ પડતા જ ચાઈનીઝ તુક્કલો આકાશમાં જોવા મળી…

અમદાવાદ/રાજકોટ : ગુજરાત સરકારે ઉતરાણ પૂર્વે તુકકલ પર પ્રતિબંધ મુક્યો હોવાં છતાં અનેક વિસ્તારોમાં સાંજ પડતા જ ચાઈનીઝ તુક્કલો આકાશમાં જોવા મળી હતી. રાજ્ય સરકાર ચાઈઝનીઝ દોરા અને તુક્કલોને લઈને સજાગ હોય છે. પરંતુ ચાઈનીઝ દોરા અને તુક્કલોનું ગેરકાયદેસર વેચાણ કરતા વેપારીઓ રાજ્ય સરકારે બહાર પાડેલા જાહેરનામાને ઘોળીને પી જાય છે તેવો ઘાટ સર્જાયો હતો. રાજકોટમાં સાંજ પડતા જ આકાશમાં ચાઈનીઝ તુક્કલો એક સાથે હજારોની સંખ્યામાં ઉડતી જણાઈ હતી. રાજકોટના ધોરાજીમાં ચાઈનીઝ તુક્કલો જોવા મળી હતી. ચાઈનીઝ દોરી બાદ તુક્કલોનો બેફામ વપરાશ હાલ જોવા મળી રહ્યો છે.

રાજકોટ બાદ અમદાવાદમાં પણ સાંજ પડતા જ આકાશમાં ચાઈનીઝ તુક્કલો ઉડતી દેખાઈ હતી. અમદાવાદના બોપલ બાદ નારાણપુરામાં પણ જાહેરનામાનો સરેઆમ ભંગ થયો હતો. આ સિવાય શહેરના અનેક વિસ્તારમાં ચાઈનીઝ તુક્કલો આકાશમાં ઉડતી જોવા મળી હતી. ચાઈનીઝ દોરી બાદ તુક્કલોનું પણ અમદાવાદમાં બેફામ વપરાશ જોવા મળી રહ્યો છે.

ભાવનગરમાં પણ ક્લેક્ટરના જાહેરનામાનો સરેઆમ ભંગ જોવા મળ્યો હતો. ભાવનગરમાં ઉત્તરાયણની સંધ્યાએ આકાશમાં પ્રતિંબંધિત ચાઈનીઝ તુક્કલો જોવા મળી હતી. ભાવનગરમાં ચાઈનીઝ દોરા અને ચાઈનીઝ તુક્કલો પર પ્રતિબંધિત હોવા છતાં આકાશમાં ઉડતી જોવા મળી હતી. જિલ્લામાં ચાઇનીઝ તુક્કલો પર પ્રતિબંધ હોવા છતાં જિલ્લા અને શહેરમાં તુક્કલો ઉડતી દેખાતા હવે તંત્ર પર અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. ભાવનગર વાસીઓએ ચાઈનીઝ તુકકલો ઉડાડી ઉત્તરાયણ પર્વની સમાપન કર્યું હતું.

Related posts

શિવરંજની હિટ એન્ડ રન કેસઃ પર્વ શાહ જેલમાં, માનવ વધનો ગુનો દાખલ…

Charotar Sandesh

મુસ્લિમ સમાજના ઇદ-એ-મિલાદ પ્રસંગે શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

Charotar Sandesh

ખાનગી સ્કૂલો દ્વારા વાલીઓ પાસેથી સ્કૂલ ફી ઉઘરાવવાનો મામલે હાઈકોર્ટમાં સુનાવણી ટળી…

Charotar Sandesh