Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

જાહેરનામું પ્રસિધ્‍ધ : આણંદ શહેરમાં તા. ૪/૬/૨૦૨૧ સુધી રાત્રિ કરફયુ અમલમાં રહેશે…

આણંદ શહેરમાં લાગુ કરાયેલ કેટલાંક નિયંત્રણો…
શહેરના નાગરિકોને લાગુ કરવામાં આવેલ નિયંત્રણોનું પાલન કરવા અનુરોધ… 
નિયંત્રણોનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે…
આણંદ શહેરમાં રાત્રિના ૯-૦૦ થી સવારના ૬-૦૦ સુધી કરફયુ અમલમાં…

આણંદ: નોવેલ કોરોના વાયરસ (કોવિડ-૧૯)ને વિશ્વ આરોગ્‍ય સંસ્‍થા દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવેલ છે જે સમગ્ર ભારત દેશ સહિત ગુજરાત રાજયમાં ફેલાયેલ છે. આ સંબંધમાં કેન્‍દ્ર-રાજય સરકાર દ્વારા સમયાંતરે સુચનાઓ તથા માર્ગદર્શિકાઓ બહાર પાડવામાં આવે છે.

ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા તા. ૨૭/૫/૨૦૦૧ના રોજ બહાર પાડવામાં આવેલ હુકમથી તા. ૪/૬/૨૦૨૧ સુધી સમગ્ર રાજયમાં કેટલાંક નિયંત્રણો મૂકયા છે. ગૃહ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલ હુકમ અનુસાર આણંદ શહેરમાં પણ રાત્રિ કરફયુની અવધિ લંબાવવામાં આવી છે. જેને ધ્‍યાને લઇ આણંદના અધિક જિલ્‍લા મેજિસ્‍ટ્રેટ શ્રી પી. સી. ઠાકોરએ આજે તા. ૨૮/૫/૨૦૨૧ થી તા. ૪/૬/૨૦૨૧ સુધી આણંદ શહેરમાં રાત્રિના ૯-૦૦ થી સવારના ૬-૦૦ સુધી કરફયુ અમલમાં હોવાનું જાહેરનામું પ્રસિધ્‍ધ કરી કરફયુના સમય દરમિયાન તેમજ તે સિવાયના સમય દરમિયાન કેટલાંક નિયંત્રણો પણ જાહેર કર્યા છે.

તદ્અનુસાર રાત્રિ કરફયુના સમયગાળા દરમિયાન આણંદ શહેરમાં ફકત આવશ્‍યક સેવાઓ ચાલુ રહેશે. આ ઉપરાંત બિમાર વ્‍યકિત, સગર્ભાઓ, અશકત વ્‍યકિતઓને સારવાર માટે એટેન્‍ડન્‍ટ સાથે અવર-જવરની છૂટ આપવમાં આવી છે. જયારે મુસાફરોને રેલ્‍વે, એરપોર્ટ, એસ.ટી. કે સીટી બસની ટીકીટ રજૂ કર્યેથી તેઓને અવર-જવરની પરવાનગી આપવામાં આવશે. જયારે આ સમયગાળા દરમિયાન લગ્‍ન યોજી શકાશે નહીં, આવશ્‍યક સેવા સાથે સંકળાયેલ નાગરિકો, અધિકારીઓ, કર્મચારીઓએ અવર-જવર દરમિયાન માંગણી કર્યેથી જરૂરી ઓળખપત્ર રજૂ કરવાનું રહેશે., અનિવાર્ય સંજોગોમાં બહાર નીકળેલ વ્‍યકતિઓએ તેમનું ઓળખપત્ર, ડૉકટરનું પ્રીસ્‍ક્રીપ્‍શન, સારવારને લગતા કાગળો અને અન્‍ય પુરાવાઓ રજૂ કર્યેથી અવર-જવરની પરવાનગી આપવામાં આવશે. જયારે તમામે ફેસ કવર, માસ્‍ક અને સોશિયલ ડિસ્‍ટન્‍સીંગનું ચૂસ્‍તપણે પાલન કરવાનું રહેશે.

કોરોનાની પ્રવર્તમાન પરિસ્‍થિતિને ધ્‍યાને લઇ તાત્‍કાલિક અસરથી અમલમાં આવે તે રીતે તા. ૪/૬/૨૧ના સવારના ૬-૦૦ સુધીના સમગ્ર સમયગાળા દરમિયાન આણંદ શહેરમાં કેટલાંક નિયંત્રણો મૂકવામાં આવ્‍યા છે.

આણંદ શહેરમાં મૂકવામાં આવેલ નિયંત્રણ અનુસાર આ સમયગાળા દરમિયાન તમામ દુકાનો, વાણિજયક સંસ્‍થાઓ, લારી-ગલ્‍લાઓ, શોપીંગ કોમ્‍પલેક્ષ, માર્કેટીંગ યાર્ડ, હેર કટીંગ સલુન, બ્‍યુટી પાર્લર તેમજ અન્‍ય વ્‍યાપારિક ગતિવિધિ સવારના ૯-૦૦ થી બપોરના ૩-૦૦ કલાક સુધી ખુલ્‍લા રાખી શકાશે જયારે રેસ્‍ટોરન્‍ટ, સવારના ૯-૦૦ થી રાત્રિના ૯-૦૦ કલાક સુધી ટેક અવે અને હોમ ડિલિવરીની સુવિધા ચાલુ રાખી શકાશે.

અઠવાડિક ગુજરી, બજાર, હાટ, શૈક્ષણિક સંસ્‍થા અને કોચિંગ સેન્‍ટરો (ઓનલાઇન શિક્ષણ સિવાય), સિનેમા, થિયેટરો, ઓડિટોરિયમ, એસેમ્‍બલી હોલ, વોટર પાર્ક, જાહેર બાગ-બગીચા, મનોરંજક સ્‍થળો, જીમ, સ્‍પ, સ્‍વીમીંગ પુલ બંધ રાખવાના રહેશે.

આ સમયગાળા દરમિયાન લગ્‍ન માટે ખુલ્‍લા અથવા બંધ સ્‍થળોએ મહત્તમ ૫૦ (પચાસ) વ્‍યકિતઓની મંજૂરી રહેશે. અને લગ્‍ન માટે DIGITAL GUJARAT PORTAL  પર નોંધણી કરાવવાની જે જોગવાઇ છે તે જોગવાઇ ચાલુ છે. અંતિમક્રિયા/દફનવિધિ માટે મહત્તમ ૨૦ (વીસ) વ્‍યકિતઓ જ જોડાઇ શકશે.

જિલ્‍લામાં આવેલ સરકારી, અર્ધસરકારી, બોર્ડ, કોર્પોરેશન, બેન્‍ક, ફાયનાન્‍સ ટેક. સંબંધિત સેવાઓ, કેશ ટ્રાન્‍ઝેકશન સેવાઓ, બેન્‍કોનું કલીયરીંગ હાઉસ, એ.ટી.એમ./સી.ડી.એમ., રેપેરર્સ, સ્‍ટોક એકસચેન્‍જ, સ્‍ટોક બ્રોકરો, ઇન્‍સ્‍યોરન્‍સ કંપનીઓ તથા તમામ પ્રકારની ખાનગી ઓફિસોમાં કર્મચારીઓની હાજરીની સંખ્‍યા ૫૦ ટકા સુધી સુનિશ્ચિત કરવાની રહેશે. જયારે આવશ્‍યક સેવાઓને આ જોગવાઇ લાગુ પડશે નહીં.

જિલ્‍લામાં તમામ પ્રકારના રાજકીય, સામાજિક, ધાર્મિક, સાંસ્‍કૃતિક, શૈક્ષણિક, કાર્યક્રમો/મેળાવડાઓ સદંતર બંધ રાખવાના રહેશે. જયારે જિલ્‍લામાં પ્રેક્ષકોની ઉપસ્‍થિતિ વગર સ્‍પોર્ટસ કોમ્‍પલેક્ષ/સ્‍પોર્ટસ સ્‍ટેડિયમ સંકુલમાં રમત-ગમત ચાલુ રાખી શકાશે.

જિલ્‍લમાં આવેલ તમામ ધાર્મિક સ્‍થાનો જાહેર જનતા માટે બંધ રાખવાના રહેશે. જયારે ધાર્મિક સ્‍થાનો ખાતેની દૈનિક પૂજા/વિધિ ધાર્મિક સ્‍થાનોના સંચાલકો/પૂજારીઓ દ્વારા જ  કરવાની રહેશે. પબ્‍લિક બસ ટ્રાન્‍સપોર્ટ મહત્તમ ૫૦ ટકા પેસેન્‍જર કેપેસીટીમાં ચાલુ રહેશે.

આ જાહેરનામામાં જણાવ્‍યા અનુસાર તા. ૪/૬/૨૦૨૧ સુધી આણંદ શહેરમાં નીચે મુજબની આવશ્‍યક સેવા/પ્રવૃત્તિઓ જ ચાલુ રાખી શકાશે.

તદ્અનુસાર કોવિડ-૧૯ની કામગીરી સાથે સીધી રીતે સંકળાયેલ તેમજ આવશ્‍યક/તાત્‍કાલિક સેવા સાથે સંકળાયેલ સેવાઓ, મેડીકલ, પેરામેડીકલ તથા આનુષંગિક આરોગ્‍યલક્ષી સેવાઓ (ચશ્‍માની દુકાનો સહિત), ઓકિસજન ઉત્‍પાદન અને વિતરણ વ્‍યવસ્‍થા, ડેરી, દૂધ-શાકભાજી, ફળફળાદિ ઉત્‍પાદન, વિતરણ અને વેચાણ તથા તેની હોમ ડીલીવરી, શાકભાજી તથા ફ્રૂટ માર્કેટ, કરિયાણું, બેકરી, બધા પ્રકારની ખાદ્ય સામગ્રીનું વેચાણ અને તે વહેંચવા માટેની ઓનલાઇન તમામ સેવાઓ, અનાજ તથા મસાલા દળવાની ઘંટી, ઘરગથ્‍થુ ટીફીન સર્વિસીસ અને હોટલ/રેસ્‍ટોરન્‍ટમાંથી ટેક અવે ફેસીલીટી આપતી સેવાઓ, ઇન્‍ટરનેટ/ટેલિફોન/મોબાઇલ સર્વિસ પ્રોવાઇડર/આઇ.ટી. અને આઇ.ટી. સંબંધિત સેવાઓ, પ્રિન્‍ટ અને ઇલેકટ્રોનિક મીડિયા, ન્‍યુઝ પેપર ડીસ્‍ટ્રીબ્‍યુશન, પેટ્રોલ, ડીઝલ, એલ.પી.જી./સી.એન.જી./ પી.એન.જી. સંબંધિત પંપ, ઓપરેશન ઓફ પ્રોડકશન યુનિટ, પોર્ટ ઓફ લોડીંગ, ટર્મિનલ ડેપોઝ, પ્‍લાન્‍ટસ, તથા તેને સંબંધિત ટ્રાન્‍સપોર્ટેશન, ડિસ્‍ટ્રીબ્‍યુશન અને રીપેરીંગ સેવાઓ, પોસ્‍ટ અને કુરિયર સર્વિસ, ખાનગી સિકયુરીટી સેવા, પશુઆહાર, ઘાસચારો તથા પશુઓની દવા તથા સારવાર સંબંધિત સેવાઓ, કૃષિ કામગીરી, પેસ્‍ટ કન્‍ટ્રોલ અને અન્‍ય આવશ્‍યક સેવાઓના ઉત્‍પાદન, પરિવહન અને પરુવઠા વ્‍યવસ્‍થા, ઉકત તમામ આવશ્‍યક ચીજવસ્‍તુઓના પરિવહન,  સંગ્રહ અને વિતરણને લગતી સેવાઓ, આંતર રાજય, આંતર જિલ્‍લા અને આંતર શહેરની ટ્રાન્‍સપોર્ટ સેવાઓ તથા તેને સંલગ્‍ન ઇ-કોમર્સ સેવાાઓ, તમામ પ્રકારના ઉત્‍પાદન/ઔદ્યોગિક એકમો અને તેને રો મીટીરીયલ પૂરો પાડતા એકમો ચાલુ રહેશે અને તમેના સ્‍ટાફ માટેની વાહનવ્‍યવસ્‍થા તથા બાંધકામને લગતી પ્રવૃત્તિઓ ચાલુ રહેશે. આ સમયગાળા દરમિયાન એ.ટી.એમ.માં નાણાંનો પુરવઠો સતત જળવાઇ રહે તે અંગે બેન્‍ક મેનેજમેન્‍ટે કાળજી લેવાની રહેશે. જે દરમિયાન કોવિડ-૧૯ સંબંધિત માર્ગદર્શન સૂચનાઓનું ચૂસ્‍તપણે પાલન કરવાનું રહેશે.

અન્‍ય રાજયોમાંથી જિલ્‍લામાં પ્રવેશ કરતાં મુસાફરો માટે RT-PCR Test સંબંધમાં આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ વિભાગ દ્વારા આપવામાં આવેલ સૂચનાઓ લાગુ રહેશે. જયારે તમે ફેસ કવર, માસ્‍ક અને સોશિયલ ડિસ્‍ટનસીંગનું ચૂસ્‍તપણે પાલન કરવાનું રહેશે.

આ જાહેરનામુ તાત્‍કાલિક અસરથી અમલમાં આવે તે રીતે આણંદ શહેરના હદ વિસ્‍તારમાં તા. ૪/૬/૨૦૨૧ સુધી અમલમાં રહેશે.

આ જાહેરનામાના કડક અમલ અર્થે આણંદ જિલ્‍લામાં ફરજ બજાવતા નાયબ પોલીસ અધિક્ષકશ્રી થી પોલીસ સબ ઇન્‍સ્‍પેકટર સુધીનો હોદ્દો ધરાવનાર તમામ અધિકારી/કર્મચારીઓને આ જાહેરનામાનો ભંગ અથવા ઉલ્‍લંઘન કરનાર ઇસમો વિરૂધ્‍ધ ફરિયાદ નોંધાવવા માટે અધિકૃત કરવામાં આવ્‍યા છે.

આ જાહેરનામાનો ભંગ અથવા ઉલ્‍લંઘન કરનાર નેશનલ ડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટ એકટ-૨૦૦૫ની કલમ-૫૧થી ૬૦ તેમજ ઇન્‍ડીયન પીનલ કોડની કલમ-૧૮૮, ધી એપેડેમીક ડીસીઝ એકટ-૧૮૯૭, ધી ગુજરાત એપેડેમીક ડીસીઝ કોવિડ-૧૯ રેગ્‍યુલેશન-૨૦૨૦ની જોગવાઇઓ હેઠળ શિક્ષાને પાત્ર થશે.

Related posts

રાજ્યમંત્રી શ્રીમતી મનીષાબેન વકીલના હસ્તે આણંદ જિલ્લામાં સુજલામ-સુફલામ જળ અભિયાનનો શુભારંભ

Charotar Sandesh

એપ્લિકેશન KNOW  YOUR CANDIDATE (KYC) દ્વારા નાગરિકો ચૂંટણી લડતા ઉમેદવારોના ગુનાહિત ઈતિહાસ વિશે જાણી શકશે

Charotar Sandesh

આણંદ : ગણેશ ચોકડીથી સોજિત્રા તરફના માર્ગ પર આ તારિખ સુધી અવર-જવર કરવા પ્રતિબંધ મૂકાયો

Charotar Sandesh