વડોદરા : વડોદરાના પાણીગેટ નજીક જાહેરમાં જુગાર રમતા નામચીન ગુનેગાર અજ્જુ કાણીયા તેમજ મર્ડરના આરોપી સાગરીત સહિત ૮ જણાને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે.
પાણી ગેટ નજીક ખાનગાહ મોહલ્લાના નાકે કેટલાક જુગારીઓ જાહેરમાં જુગાર રમી રહ્યા હોવાની વિગતોના પગલે ક્રાઇમ બ્રાન્ચની ટીમે છાપો માર્યો તો પોલીસને જોતા જુગારીઓએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેઓ ફાવ્યા ન હતા.
પોલીસે હત્યાના પ્રયાસ ફાયરિંગ અને ખંડણી સહિતના ૩૨થી વધુ ગુનાઓમાં સંડોવાયેલા નામચીન ખંડણીખોર અજુ કાણીયા તેમજ મર્ડર કેસના આરોપી શાહિદ ઉર્ફે સાજીદ બેકરી પઠાણ સહિત કુલ આઠ જુગારીયાઓને ઝડપી પાડયા હતા. પોલીસે જુગારીયાઓ પાસે રોકડા રૂ ૧૦ હજાર, ૪ મોબાઇલ તેમજ સ્કૂટર કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે.