Charotar Sandesh
ઈન્ડિયા

જાહેર ક્ષેત્રની બૅન્કો સાથે ત્રણ મહિનામાં રૂ. ૧૯,૯૬૪ કરોડની છેતરપિંડી : આરટીઆઇમાં ખુલાસો…

એસબીઆઇ સાથે સૌથી વધારે ફ્રોડ કેસ હોવાનો આરટીઆઇમાં ખુલાસો…

ન્યુ દિલ્હી : એપ્રિલથી જૂન સુધીના ત્રણ મહિનામાં ૨૮૬૭ કેસમાં કુલ રૂ. ૧૯,૯૬૪ કરોડની છેતરપિંડી થઇ હોવાની વાત જાહેરક્ષેત્રની બૅન્કોએ આરટીઆઇના જવાબમાં જણાવી હતી.
દેશની સૌથી મોટી જાહેરક્ષેત્રની બૅન્ક સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા (એસબીઆઇ) સાથે સૌથી વધુ છેતરપિંડીના બનાવ બન્યા હતા. જોકે, મૂલ્યના મામલે બૅન્ક ઑફ ઇન્ડિયાને સૌથી વધુ ફટકો પડયો હોવાની માહિતી રિઝર્વ બૅન્કે આપેલા જવાબમાં જાણવા મળી હોવાની વાત આરટીઆઇ ઍક્ટિવિસ્ટ ચન્દ્રશેખર ગૌરે જણાવી હતી.
જે ૧૨ જાહેરક્ષેત્રની બૅન્કો સાથે છેતરપિંડી કરવામાં આવી હતી, એમાંથી એસબીઆઇ સાથે સૌથી વધુ ૨૦૫૦ છેતરપિંડીના કેસમાં રૂ. ૨૩૨૫.૮૮ કરોડની છેતરપિંડી કરવામાં આવી હતી.
મૂલ્યની દૃષ્ટિએ સૌથી વધુ બૅન્ક ઑફ ઇન્ડિયા સાથે ફકત ૪૭ કેસમાં રૂ. ૫૧૨૪.૮૭ કરોડની, ત્યાર બાદ કૅનેરા બૅન્ક સાથે ૩૩ કેસમાં રૂ. ૩૮૮૫.૨૬ કરોડની, બૅન્ક ઑફ બરોડા સાથે ૬૦ કેસમાં રૂ. ૨૮૪૨.૯૪ કરોડની, ઇન્ડિયન ઑવરસીઝ બૅન્ક સાથે ૩૭ કેસમાં રૂ. ૧૨૦૭.૬૫ કરોડની અને બૅન્ક ઑફ મહારાષ્ટ્ર સાથે ૯ કેસમાં રૂ. ૧૧૪૦.૩૭ કરોડની છેતરપિંડી કરવામાં આવી હતી.
આના પ્રમાણમાં દેશની બીજા ક્રમની સૌથી મોટી જાહેરક્ષેત્રની બૅન્ક પંજાબ નેશનલ બૅન્ક સાથે ૨૪૦ કેસમાં પ્રમાણમાં ઓછી એટલે કે રૂ. ૨૭૦.૬૫ કરોડની છેતરપિંડી કરવામાં આવી હતી.
અન્ય બૅન્કોમાં યુકો બૅન્ક સાથે ૧૩૦ કેસમાં રૂ. ૮૩૧.૩૫ કરોડની, સેન્ટ્રલ ઑફ ઇન્ડિયા સાથે ૧૪૯ કેસમાં રૂ. ૬૫૫.૮૪ કરોડની, પંજાબ અને સિંધ બૅન્ક સાથે ૧૮ કેસમાં રૂ. ૧૬૩.૩ કરોડની છેતરપિંડી કરવામાં આવી હતી.
યુનિયન બૅન્ક ઑફ ઇન્ડિયા સાથે ૪૯ કેસમાં રૂ. ૪૬.૫૨ કરોડની સૌથી ઓછી છેતરપિંડી કરવામાં આવી હતી.

કઈ બેંકમાં કેટલી છેતરપિંડી ?
બેંક                                     કેસ            ઉચાપત(કરોડ)
કેનેરા બેંક                              ૩૩            ૩,૮૮૫.૨૬
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા                ૨૦૫૦         ૨,૩૨૫.૮૮
બેંક ઓફ બરોડા                       ૬૦            ૨,૮૪૨.૯૪
ઇન્ડિયન બેંક                          ૪૫             ૧,૪૬૯.૭૯
ઇન્ડિયન ઓવરસીઝ બેંક             ૩૭             ૧,૨૦૭.૬૫
બેંક ઓફ મહારાષ્ટ્ર                    ૯               ૧,૧૪૦.૩૭
પંજાબ નેશનલ બેંક                  ૨૪૦            ૨૭૦.૬૫
યુકો બેંક                               ૧૩૦           ૮૩૧.૩૫
સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા             ૧૪૯           ૬૫૫.૮૪
પંજાબ એન્ડ સિંધ બેંક                ૧૮             ૧૬૩.૩
યુનિયન બેંક                           ૪૯             ૪૬.૫૨

Related posts

કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ૫ ટકાનો વધારો…

Charotar Sandesh

સંભવિત ત્રીજી લહેરને કારણે દેશમાં અનેક રાજ્યોએ બૂસ્ટર ડોઝ આપવા કેન્દ્રને અપીલ કરી

Charotar Sandesh

ભારતમાં ૨૪ કલાકમાં કોરોનાના ૬૨,૩૭૫ નવા કેસ, ૧૫૯૦ લોકોના મોત…

Charotar Sandesh