આણંદ :આણંદ જિલ્લાના કોરોના સંક્રમિત ખંભાત નગર ઉપર હવે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિશેષ ધ્યાન અપાઈ રહ્યું છે ઉમરેઠ નગર માંથી હવે લોક ડાઉન હટાવી લેવાયુ છે જ્યારે ખંભાત નગરમાં કોરોનાના કેસો આવી રહ્યા છે ત્યારે કલેકટરશ્રી આર.જી. ગોહીલે સતત ખંભાત નગરની મુલાકાત લઈને પહેલા વરિષ્ઠ નાગરિકોને ઘર ઘર મળીને તેઓને માર્ગ દર્શન કર્યું હતું
ખંભાત નગરના વોર્ડ નં.૫/૬/૭ ના જે વિસ્તારો હાલ લોકડાઉન હેઠળ છે તેવા વિસ્તારોમાંથી કોરોના વાઇરસના કેસો આવી રહ્યા છે ત્યારે આજે કલેકટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી આશિષ કુમાર અને આરોગ્યની ટીમ ખંભાત નગરમાં દવા છંટકાવનો પ્રારંભ કરાવ્યો હતો. કલેકટરશ્રીએ જાતે હાજર રહીને ઘર-ઘર દવા છંટકાવ કરાવ્યો હતો
આજે રહેમત નગર, અને કંસારી વિસ્તારના રહેણાકના ઘરોમાં દવા છંટકાવ કરવામાં આવ્યો હતો. ખંભાત નગરમાં અવર જવર ઉપર પ્રતિબંધ કરવામાં આવ્યો છે ગલીઓ ફળિયામાં ફરવા ઉપર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે તેમજ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે.