Charotar Sandesh
ઈન્ડિયા

જીએસટી કલેક્શનમાં ઘટાડોઃ ૯ નવેમ્બરે મંત્રી સમૂહ દિલ્હીમાં મંથન કરશે…

મહેસૂલ વધારવાના વિકલ્પો અંગે વિચાર-વિમર્શ પણ કરાશે…

ન્યુ દિલ્હી : જીએસટી સંગ્રહમાં થયેલ ઘટાડાને ધ્યાનમાં રાખી આ સપ્તાહે દિલ્હીમાં એક મોટી બેઠક મળવા જઈ રહી છે. જીએસટી મહેસૂલ વસૂલાતને લઈને બિહારના નાયબ મુખ્યમંત્રી સુશીલકુમાર મોદીની અધ્યક્ષતામાં બનેલું મંત્રીઓનું ગ્રુપ આ મુદ્દે મંથન કરશે.
સુશીલ મોદીએ કહ્યું કે મહેસૂલમાં થઈ રહેલા ઘટાડા અંગે જીએસટી કાઉન્સીલ હેઠળ બનેલી મંત્રીઓના ગ્રુપની બેઠક નવ નવેમ્બરે પ્રસ્તાવિત છે. આ બેઠક દિલ્હીમાં મળશે. અમે તેના માટે તમામ સભ્યોને પત્ર મોકલ્યો છે. તમામ રાજ્યોની સહમતિ મળી ગયા બાદ આ સપ્તાહે બેઠક મળશે.
આ બેઠકમાં જીએસટી સંગ્રહમાં ઘટાડાના કારણો અંગે ચર્ચા કરવામાં આવશે અને મહેસૂલ વધારવાના વિકલ્પો અંગે વિચાર-વિમર્શ પણ કરાશે. સૂત્રોના જણાવ્યા મુજબ બેઠકમાં દેશની હાલની આર્થિક સ્થિતિ અંગે પણ ચર્ચા થશે. સાથે સાથે જીએસટી વસૂલાતમાં આવેલા ઘટાડાના કારણોની પણ ચર્ચા કરવામાં આવશે. આ બેઠકમાં જીએસટી ચોરીના આંકડા અને તેની મોડસ ઓપરેન્ડી ઉપર નજર રાખવા અને આવું ન થાય તે માટે કડક નિયમો અમલી બનાવવા પણ રાજ્યોને નિર્દેશ અપાશે.

Related posts

નવતર પ્રયોગ : મધ્યપ્રદેશના ખંડવામાં વેક્સિન નહિં તો શરાબ નહીં આપવામાં આવે

Charotar Sandesh

એન્કાઉન્ટર : ગેંગસ્ટર અતિક અહેમદના દીકરા અસદ અને શુટર ગુલામનું કરાયું એન્કાઉન્ટર

Charotar Sandesh

કોરોના મહામારીનું રૌદ્ર સ્વરૂપ : એક જ દિવસમાં ૧.૫૦ લાખથી વધુ કેસ…

Charotar Sandesh