વડાપ્રધાને નમામિ ગંગે મિશન હેઠળ ૬ પરિયોજનાઓનું કર્યુ લોકાર્પણ…
કૃષિ બિલ મુદ્દે વિપક્ષ પર વરસ્યા મોદીઃ તમામ બાબતમાં ફક્ત વિરોધ વિરોધ અને વિરોધ જ…?, વિરોધ કરનારાઓ ખેડૂતોને આઝાદ થવા દેવા માંગતા નથી, વિપક્ષે તો સર્જીકલ સ્ટ્રાઇકના પણ પુરાવા માંગ્યા હતા, રાફેલ જેટમાં પણ તેમને મુશ્કેલી,સરકારે ખેડૂતોને બંધનમાંથી મુક્ત કર્યા તો આ લોકો વિરોધ પર ઉતરી આવ્યા…
ન્યુ દિલ્હી : ગંગા સફાઇનું અભિયાન મોદી સરકાર માટે શરૂઆતથી ખૂબ અગત્યનું રહ્યું છે. આજે આ કડીમાં નવો આયામ જોડાવા જઇ રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારના રોજ ‘નમામિ ગંગે મિશન’ની અંતર્ગત ઉત્તરાખંડમાં છ મેગા પ્રોજેક્ટનું વીડિયો કોન્ફરન્સિંગથી ઉદ્ઘાટન કર્યું.
પીએમ નરેન્દ્ર મોદીએ કૃષિ બિલનો વિરોધ કરી રહેલા વિપક્ષ પર જોરદાર પ્રહારો કર્યા છે. પીએમે કહ્યું કે વિપક્ષ માત્ર વિરોધ માટે વિરોધ કરી રહ્યું છે. તેમણે કહ્યું કે આજે જ્યારે કેન્દ્ર સરકાર ખેડૂતોને અધિકાર આપી રહ્યા છે તો પણ લોકો વિરોધ પર ઉતરી આવ્યા છે. પીએમે કહ્યું કે વિપક્ષે રામ મંદિરની જન્મ ભૂમિ પૂજનનો વિરોધ કર્યો હતો. તેઓ ના તો ખેડૂતોની સાથે છે ના તો જવાનોની સાથે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે જળ જીવન મિશનથી દરેક ઘર સુધી શુદ્ધ પાણી પહોંચાડાશે. ગંગા આપણી વિરાસતનું પ્રતિક છે, ગંગા દેશની અડધી વસતીને સમૃદ્ધ કરે છે. પહેલાં પણ ગંગા સફાઇને લઇ મોટા અભિયાન ચલાવ્યા, પરંતુ તેમાં જનભાગીદારી નહોતી. જો તે જ પદ્ધતિ અપનાવત તો ગંગા સાફ ના થાત.
ચોખ્ખા પાણીને લઇ પીએમે કહ્યું કે હવે ઉત્તરાખંડમાં એક રૂપિયામાં પાણીનું કનેકશન મળી રહ્યું છે. મોદી બોલ્યા કે પહેલાં દિલ્હીમાં નિર્ણય થતા હતા પરંતુ જળ જીવન મિશનથી હવે ગામમાં જ નિર્ણયો થઇ રહ્યા છે. પીએમે કહ્યું કે વિરોધ કરનારાઓ ખેડૂતોને આઝાદ થવા દેવા માંગતા નથી, ખેડૂત જેની પૂજા કરે છે તેને જ આગ લગાવી રહ્યા છે. પીએમ મોદીએ કહ્યું કે દેશમાં સ્જીઁ રહેશે અને વિપક્ષ જે દાવા કરી રહ્યું છે તે જુઠ્ઠા છે.
પીએમે કહ્યું કે ૪ વર્ષ પહેલાં આ એ સમય હતો જ્યારે દેશના જાબાંજોએ સર્જીકલ સ્ટ્રાઇક કરતા આતંકીઓના અડ્ડા નષ્ટ કરી દીધા હતા. પરંતુ આ લોકો પોતાના જાંબાજો પાસે જ સર્જીકલ સ્ટ્રાઇકના પુરાવા માંગી રહ્યા હતા. સર્જીકલ સ્ટ્રાઇકનો પણ વિરોધ કરીને આ લોકો દેશની સામે પોતાની મંશા સાફ કરી ચૂકયા છે.
પીએમે વિપક્ષ પર પ્રહારો ચાલુ રાખ્યા અને કહ્યું આ લોકો ના તો ખેડૂતોની સાથે છે ના નવજવાનોની સાથે અને ના વીર જવાનોની સાથે. અમારી સરકારે વન રેન્ક, વન પેન્શનનો લાભ સૈનિકોને આપ્યો તો તેમણે તેનો પણ વિરોધ કર્યો.
મોદીએ કહ્યું કે વાયુસેના કહેતી રહી કે અમને આધુનિક લડાકુ વિમાન જોઇએ, પરંતુ આ લોકોએ તેની વાત પણ ના સાંભળી. અમારી સરકારે સીધા ફ્રાન્સ સરકાર પાસેથી રાફેલ લડાકુ વિમાન માટે કરાર કરી લીધો તેમને ફરીથી મુશ્કેલી થઇ. તેમણે કહ્યું કે ભારતીય વાયુસેનાની સાથે રાફેલ આવી અને તેમની તાકાત વધી તેનો પણ વિરોધ કરતા રહ્યા. પરંતુ આજે મને ખુશી છે કે રાફેલ વિમાન ભારતીય વાયુસેનાની તાકાત વધારી રહ્યું છે. અંબાલાથી લેહ સુધી તેમની ગર્જના ભારતીય જાંબાજોનો હોંસલો વધારી રહ્યું છે.
પીએમ મોદી બોલ્યા કે હવે ગંગા જળમાં ગંદા પાણીને પડતા રોકી રહ્યા છીએ. આ પ્લાન્ટ ભવિષ્યને જોતા બનાવામાં આવ્યો, સાથો સાથ ગંગાના કિનારે વસેલા સો શહેરોને ખુલ્લામાં શૌચથી મુક્ત કર્યા. ગંગાની સાથે સહાયક નદીઓને સાફ કરી રહ્યા છીએ. પીએમે કહ્યું કે નમામિ ગંગેની અંતર્ગત ૩૦ હજાર કરોડથી વધુ યોજનાઓનું કામ ચાલી રહ્યું છે.
પીએમે કહ્યું કે પહેલાં ઉત્તરાખંડમાં ૧૩૦ નાળા ગંગામાં પડતા હતા, પરંતુ હવે તેને રોકી દીધા. પ્રયાગરાજ કુંભમાં ગંગાની સફાઇ લોકોએ વખાણી અને હવે હરિદ્વાર કુંભ માટે પણ આગળ પ્રયાસ થઇ રહ્યા છે. મોદી બોલ્યા કે હવે ખેડૂતોને જૈવિક ખેતીની તરફ આકર્ષિત કરવામાં આવી રહ્યા છે. સાથો સાથ મેદાની વિસ્તારોમાં મિશન ડોલ્ફિનથી મદદ મળશે. પીએમે કહ્યું કે પહેલાં પૈસા પાણીની જેમ વહેતા હતા, પરંતુ સફાઇ થતી નહોતી. હવે પૈસા પાણીમાં વહેતા નથી.
આ પ્રોજેક્ટમાં ૬૮ મિલિયન લીટર રોજની ક્ષમતાવાળા એક નવા એસટીપીનું નિર્માણ, હરિદ્વારના જગજીતપુરમાં આવેલા ૨૭ એમએલડી ક્ષમતાવાળા એસટીપીના અપગ્રેડેશન અને હરિદ્વારના જ સરાઇમાં ૧૮ એમએલડી ક્ષમતાવાળા એસટીપીનું નિર્માણ સામેલ છે. ઉત્તરાખંડમાં હરિદ્વાર-ઋષિકેશ ક્ષેત્રમાંથી ગંગા નદીમાં લગભગ ૮૦ ટકા અપશિષ્ટ પાણી વહી જાય છે એવામાં અહીં કેટલાંય એસટીપી પ્રોજેક્ટનું નિર્માણ ગંગા નદીને સ્વચ્છ રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવશે.