USA : જોન્સન એન્ડ જોન્સનને પરવાનગી મળતાની સાથે એક ડોઝ વાળી આ રસીને હવે આંતરરાષ્ટ્રીય કોવેક્સ અભિયાનમાં સમાવવામાં આવી શકે છે. જેના માધ્યમથી આંતરરાષ્ટ્રીય સ્તર પર રસી વહેંચવામાં આવી રહી છે. ખાસ કરીને ગરીબ દેશોને. એક નિવેદનમાં સંયુકત રાષ્ટ્રની સ્વાસ્થ્ય એજન્સીએ જણાવ્યું કે મોટા સ્તર પર કિલનિકલ ટ્રાયલમાં જોનસન એન્ડ જોનસનની રસી વયસ્ક વસ્તી પર અસરકારક જોવા મળી છે.
આના એક દિવસ પહેલા જ યુરોપિયન યુનિયને રસીને તમામ દેશોમાં લીલી ઝંડી આપી હતી. વિશ્વ આરોગ્ય સંસ્થા ડાયરેકટર જનરલ ટેડ્રોસ એડનામનું કહેવું છે કે નવી રસી મળતાની સાથે એ સુનિશ્ચિત કરવું પડશે કે તે વૈશ્વિક સમાધાનનો ભાગ બને. નહીં કે તેવું કારણે જેના કારણે કેટલાક દેશ અને લોકો પાછળ રહી જાય. જેએન્ડ જેની રસીનું ટ્રાયલ ૩ મહાદ્વીપોમાં કરવામાં આવ્યું હતુ.
આમાં આ ગંભીર બિમારી, હોસ્પિટલમાં ભરતી કરવા અને મોત જેવા માપદંડોની વિરૂદ્ઘ ૮૫ ટકા અસરકારક મનાઈ રહી છે. રસપ્રદ વાત એ છે કે દક્ષિણ આફ્રિકામાં આ અસરદાર રહી. જયાં નવા વેરિએન્ટથી સમસ્યા ઉભી થઈ હતી.
વિશ્વ આરોગ્ય સંસ્થાના સિનિયર એડવાઈઝર ડો. બ્રૂસ એલિવર્ડે આશા વ્યકત કરી છે કે આવનારા મહિનાઓમાં જે એન્ડ જે કેટલાક જથ્થામાં ડોઝ પુરા પાડી શકશે. ઓછામાં ઓછા જુલાઈમાં આનાથી રસીકરણ કરી શકાશે તેવી આશા વ્યકત કરવામાં આવી રહી છે. આનાથો ફકત એક ડોઝ પુરતો છે. એટલા માટે વધારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રસીને ઓછા તાપમાનમાં સ્ટોર કરવાની રહેશે. એટલા માટે તેના એક ડોઝથી કામ સારૂ થઈ શકે છે.
- Naren Patel