Charotar Sandesh
સ્પોર્ટ્સ

જોફ્રા આર્ચર બન્યો આઈપીએલ ૨૦૨૦નો મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર…

ન્યુ દિલ્હી : ઇન્ડિયન પ્રીમિયર લીગની ૧૩મી સિઝનમાં જોફ્રા આર્ચર બૉલ અને બેટથી ધમાલ મચાવનારો એકમાત્ર ખેલાડી રહ્યો. મંગળવારે દુબઇમાં મુંબઇ ઇન્ડિયન્સ તરીકે નવો વિજેતો મળ્યો. આ સાથે જોફ્રા આર્ચરને પણ આ સિઝનનુ સૌથી બેસ્ટ પ્રદર્શનનુ ઇનામ મળ્યુ છે. જોફ્રા આર્ચરને ઇન્ડિયન પ્રીમિયર લીગની ૧૩મી સિઝનમાં મૉસ્ટ વેલ્યૂએબલ પ્લેયરનો ખિતાબથી નવાજમાં આવ્ય છે, અને તેને ૧૦ લાખ રૂપિયાની ઇનામી રકમ પણ મળી છે.
જોફ્રા આર્ચરની રાજસ્થાન રૉયલ્સ ભલે ૧૩મી સિઝનમાં સારુ પ્રદર્શન ના કરી શકી, પરંતુ આ સ્ટાર બૉલરે પોતાના દમ પર ટીમને સારી સ્થિતિમાં લાવવાની પુરેપુરી કોશિશ કરી હતી. આર્ચરે બૉલિંગ કરતાં ૧૪ મેચોમાં ૧૮.૨૫ની એવરેજ અને ૬.૫૫ની ઇકોનોમી રેટથી ૨૦ વિકેટ પોતાના નામે કરી,
આ દરમિયાન તેને સર્વશ્રેષ્ઠ પ્રદર્શન ૧૯ રન આપીને ત્રણ વિકેટ લેવાનુ પણ રહ્યું. જોફ્રા આર્ચરે ૧૩મી સિઝનમાં બેટિંગથી પણ નિર્ણાયક ભૂમિકા નિભાવી, આર્ચરને બેટિંગમાં ઓછા મોકા મળ્યા, પરંતુ તેને લગભગ ૧૮૦ની સ્ટ્રાઇક રેટથી ૧૧૩ રન બનાવ્યા. આર્ચરે ૧૩મી સિઝનમાં ૧૦ છગ્ગા પણ ફટકાર્યા છે. ખાસ વાત છે કે આર્ચર એવો ખેલાડી બન્યો કે જેની ટીમ પૉઇન્ટ ટેબલમાં સૌથી નીચે રહી, પરંતે તે ટીમનો ખેલાડી સૌથી મૉસ્ટ વેલ્યૂએબલ ખેલાડી બન્યો છે. જોફ્રાએ આ બાબતે કમાલ કર્યુ છે.

Related posts

ફાસ્ટ બોલરને લય પ્રાપ્ત કરવા ૪-૬ મહિનાનો સમય લાગી શકે : ઇરફાન પઠાણ

Charotar Sandesh

સચિન તેંદુલકરે લારાના પુત્રની સરખામણી પોતાની સાથે કરી કહ્યું-‘જોરદાર ગ્રીપ’

Charotar Sandesh

સેમસનને થરૂરે ધોની ગણાવ્યો તો ગંભીરે કહ્યું- સંજુને કોઈની જેમ બનવાની જરૂર નથી

Charotar Sandesh