Charotar Sandesh
ઈન્ડિયા

જો જરૂર પડશે તો સેના કોઇપણ પગલુ ઉઠાવવા માટે તૈયારઃ આર્મી ચીફ

કોરોના વિરુદ્ધ લડવા સેના તૈયાર,છ કલાકનો એક્શન પ્લાન તૈયાર…

ન્યુ દિલ્હી : દેશ પર મંડરાઈ રહેલા કોરોના વાઈરસના મહાસંકડનો સામનો કરવા માટે દરેક જણ પોતાની રીતે પ્રયત્ન કરી રહ્યો છે. કેન્દ્રથી લઈને રાજ્ય સરકારો આકરા નિર્ણયો લઈ રહી છે, તો બીજી તરફ ભારતીય સેના પણ દરેક પડકારોનો સામનો કરવા માટે સંપૂર્ણ સજ્જ જોવા મળી રહી છે.
આ અગે સેનાના પ્રમુખ એમ એમ નરવણેએ જણાવ્યું કે, જો જરૂરત પડશે, તો સેના કોઈ પણ પગલુ ભરવા માટે તૈયાર છે. આર્મી પાસે એક ૬ કલાકનો એક્શન પ્લાન તૈયાર છે. જે અંતર્ગત તાત્કાલિક આઈસોલેશન સેન્ટર અને આઈસીયુને તૈયાર કરવામાં આવી શકે છે.
આ અંગે એક ઈન્ટર્વ્યૂમાં સેના પ્રમુખે કોરોના વાઈરસના પડકાર પર ચર્ચા કરી હતી આર્મી ચીફ નરવણેએ જણાવ્યું કે, આ સંકટની સ્થિતિમમાં સેના પોતાનું કામ કરી રહી છે અને તમામ ઓપરેશનલ ટાસ્ક આ સમયે યથાવત છે. હજુ સુધી અનેક દેશોએ આ સંકટનો સામનો કરવા માટે સેનાની મદદ લીધી છે. જેના પર આર્મી ચીફે જણાવ્યું કે, ભારતીય સેના દેશના લોકો માટે છે. જો જરૂરિયાત જણાશે અને સરકાર કહેશે તો સેના પણ સંપૂર્ણ તૈયાર છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, કોરોના વાઈરસના કેસો સતત વધી રહ્યાં છે. એવામાં મેડિકલ સર્વિસની જરૂરિતાય આગળ વધી શકે છે. ભારતીય સેનાએ તમામ જવાનોને કોરોના વાઈરસ વિશે જાણકારી આપી છે અને જરૂરી સાવધારી રાખવા જણાવ્યું છે.
સેના પ્રમુખે વધુમાં જણાવ્યું કે, સેના અલગ-અલગ સ્તર પર કોરોનાનો સામનો કરવા તૈયારી કરી રહી છે. જેમાં સર્વેલાન્સ અને આઈસોલેશનની પ્રોડક્ટિવિટીને વધારવી, અલગ-અલગ બેઝ પર રહેલી સેનાની હોસ્પિટલોમાં ૪૫ બેડનો એક આઈસોલેશન વોર્ડ તૈયાર કરવો અને આ સાથે જ ૧૦ બેડનો એક આઇસીયુ વૉર્ડ પણ તૈયાર કરવાનો છે. આ સુવિધા માત્ર ૬ કલાકની નોટિસ પર તૈયાર કરવામાં આવી શકે છે.

Related posts

મારે પણ પૈસા ચૂકવી દેવા છે અને જીવનમાં આગળ વધવું છે : વિજય માલ્યા

Charotar Sandesh

પાકિસ્તાનની ખૈર નહિ,ભારત બાર્ડર પર એર ડિફેન્સ યુનિટ તૈયાર કરશે

Charotar Sandesh

ખેડૂત આંદોલન : રાહુલ ગાંધી રાષ્ટ્રપતિ ભવન સુધી કૂચ કરશે : અન્ય કોંગ્રેસી નેતાઓ પણ જોડાશે…

Charotar Sandesh