ઉત્તર પ્રદેશના બારાબંકીમાં સમાજવાદી પાર્ટી (SP)ના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવની રેલીમાં લોકો એ સમયે હેરાન રહી ગયા જ્યારે CM યોગીનો ડુપ્લિકેટ અખિલેશ યાદવ સાથે સ્ટેજ પર દેખાયો. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો ડુપ્લિકેટ ભગવાધારી વેષમાં હતો.
તે વ્યક્તિ CM યોગી જેવો દેખાઈ રહ્યો હતો, જેને અખિલેશની સાથે જોઈને લોકો આશ્ચર્ય પામી ગયા, પરંતુ થોડીવાર બાદ અખિલેશ યાદવે જ તે વ્યક્તિની અસલિયત પરથી પડદો ઉઠાવ્યો હતો. અખિલેશ યાદવે વ્યંગ કરતા જનતાને કહ્યું કે, હવે તો આમનું પણ સમર્થન મળી ગયું, કંઈ જોઈએ તમને. અખિલેશે કહ્યું, તેઓ જઈ રહ્યા હતા ગોરખપુર પરંતુ અમે તેમને બારાબંકી લઈ આવ્યા.