Charotar Sandesh
ઈન્ડિયા

ટેલિકોમ કંપનીઓ એપ્રિલ માસથી દરોમાં વધારો કરે તેવી શક્યતા… કોલ્સ થશે મોંઘા…

ન્યુ દિલ્હી : મોબાઈલ પર વાત કરવી અને ઈન્ટરનેટનો ઉપયોગ મોંઘો થવાનો છે. ટેલિકોમ કંપનીઓ આ વર્ષે ૧લી એપ્રીલથી દરોમાં વધારો કરવાની તૈયારીમાં છે. સાથે જ તેને આગળ પણ દરોમાં વધારો કરી શકે છે. રેટિંગ ઈક્રાની રિપોર્ટમાં આ વાત સામે આવી છે.

કોરોના સંકટ અને ખાસ કરીને લોકડાઉનમાં જ્યાં અન્ય ક્ષેત્રો મુશ્કેલી વધી છે ત્યારે ટેલિકોમ કંપનીઓની એવરેજ રેવન્યૂ એટલે કે પ્રતિ ગ્રાહક સરેરાશ રેવન્યૂમાં સુધારો થયો છે. જોકે ટેલિકોમ કંપનીઓના વધતા ખર્ચાને જોતા આ પુરતું નથી. એવામાં કંપનીઓ મોબાઈલ દરોને વધારીને તેને ભરપાઈ કરવાની તૈયારીમાં છે. આ પહેલા ગત વર્ષે પણ કેટલીક ટેલિકોમ કંપનીઓએ દરોમાં વધારો કર્યો હતો.

ઉલ્લેખનિય છે કે કુલ એજીઆરનું બાકી ૧.૬૯ લાખ કરોડ રૂપિયા છે. જ્યારે હજુ સુધી માત્ર ૧૫ ટેલિકોમ કંપનીઓએ માત્ર ૩૦,૨૫૪ કરોડ રૂપિયા જ ચુકવ્યા છે. એરટેલ પર લગભગ ૨૫,૯૭૬ કરોડ રૂપિયા, વોડાફોન-આઈડિયા પર ૫૦૩૯૯ કરોડ રૂપિયા અને ટાટા ટેલિસર્વિસેઝ પર લગભગ ૧૬,૭૯૮ કરોડ રૂપિયા બાકી છે. કંપનીઓને ૧૦% રકમ ચાલુ નાણાંકિય વર્ષમાં અને બાકીની રકમ આગળના વર્ષોમાં ચુકવવાની છે.

Related posts

શું તમે જાણો છો ? ચાલુ વાહનની ચાવી કાઢી ન શકે પોલીસ : સત્તા માત્ર દંડની રસીદ આપવાની છે

Charotar Sandesh

હિન્દુ આતંકવાદવાળું મારું નિવેદન ઐતિહાસિક સત્ય છેઃ હસન

Charotar Sandesh

રાજ્યસભા માટે નવા ચૂંટાયેલા સાંસદોમાંથી ૬૨માંથી ૫૨ સાંસદો કરોડપતિ…

Charotar Sandesh