ન્યુ દિલ્હી : ભારતીય ક્રિકેટ બોર્ડએ ટોક્યો ઓલિમ્પિકમાં ભાગ લેનાર ભારતીય ખેલાડીઓને મદદ કરવાનો નિર્ણય કર્યો છે. બીસીસીઆઈએ બેઠક યોજી તે દરમ્યાન આ નિર્ણય લઇ ને મદદ કરવા અંગેની જાહેરાત કરી હતી. બીસીસીઆઈની વર્ચ્યુલ યોજાયેલી મહત્વની બેઠક દરમ્યાન ટોકયો ઓલિમ્પિક માટે કવોલીફાઇ થનારા ખેલાડીઓને માટે નિર્ણય કરાયો છે. જે મુજબ ખેલાડીઓની તૈયારીઓ અને પ્રશિક્ષણ માટે ૧૦ કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી છે.
બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલી અને સચિવ જય શાહની ઉપસ્થિતીમાં યોજાએલ મીટીંગ બાદ આ નિર્ણય લેવાયો હતો.
કેન્દ્રીય રમત-ગમત મંત્રાલય અને ભારતીય ઓલિંમ્પિક સંઘ (આઈઓએ) સાથે વાતચીત કરીને રકમ ચુકવણી કરવામાં આવશે.
આગામી ૨૩ જૂલાઇ થી ટોક્યોમાં ઓલિમ્પિક રમતોત્સવ રમાનાર છે. જેમાં ૧૦૦ થી વધુ ભારતીય ખેલાડીઓ ભાગ લેવા માટે કવોલીફાય કરી ચુકયા છે. જેમાં ભાગ લેનારા ખેલાડીઓ હાલમાં દેશ અને વિદેશમાં તૈયારીઓ કરી રહ્યા છે
અગાઉ પણ બીસીસીઆઈએ મદદ કરી છે. ટોક્યો ઓલિંમ્પિક માટે જનારા ખેલાડીઓના દળને માટે આ પ્રોત્સાહન બળ પૂરૂ પાડનાર હશે. આ પહેલા આઈઓએ દ્વારા ચાઇનીઝ કિટ સ્પોન્સરને હટાવી દીધો દેવાયા હતા. ખેલાડીઓ સ્પોન્સર વિનાના યુનિફોર્મ સાથે ટોક્યોમાં રમતમાં ઉતરવાનો નિર્ણય કર્યો હતો. આમ હવે બીસીસીઆઇ ની આર્થિક સહાય ઉપયોગી નિવડશે.