Charotar Sandesh
સ્પોર્ટ્સ

ટોક્યો ઓલિમ્પિક્સ ૨૦૨૧માં ચોક્કસપણે યોજવાની આયોજકોને ભરોસો…

નવી દિલ્હી : ટોક્યો ઓલિમ્પિક્સના આયોજકોને આશા છે કે કોરોના વાયરસને પગલે ઓલિમ્પિક્સ ૨૦૨૦ એક વર્ષ માટે મોકૂફ રાખવામાં આવેલું તે આવતા વર્ષ ૨૦૨૧માં જરૂર યોજાશે. આ નિવેદન આયોજકો તરફથી આવ્યું કારણ કે તાજેતરમાં જાપાનમાં કરાયેલા એક સર્વે અનુસાર ૭૭ ટકા લોકો માને છે કે આવતા વર્ષે પણ આ રમતો નહી યોજાય. જાપાન ન્યૂઝ નેટવર્ક દ્વારા કરાયેલા એક સર્વે અનુસાર, માત્ર ૧૭ ટકા લોકોને એવું લાગે છે કે કોરોના વાયરસ રોગચાળો હોવા છતાં આવતા વર્ષે ટોક્યો ઓલિમ્પિક ગેમ્સ યોજાશે.

ટોક્યો ઓલિમ્પિક્સના પ્રવક્તા માસા તાકાયાએ ગુરુવારે ટોક્યો ઓલિમ્પિક્સ વિશે આ વાત કરી હતી. ટોક્યો શહેર સત્તાવાળાઓએ ગુરુવારે એક જ દિવસમાં કોરોના વાયરસના ૨૨૪ ચેપગ્રસ્ત કેસો નોંધાયા હોવાનું જાહેર કર્યું હુંતું. આમ એપ્રિલમાં એક દિવસમાં નોંધાયેલા ૨૦૪ કેસનો રેકોર્ડ તૂટી ગયો છે. નોંધનીય છે કે જાપાનની રાજધાનીમાં ચેપગ્રસ્ત લોકોની સંખ્યા ગયા સપ્તાહથી વધી રહી છે. જાપાનમાં કોરોના વાયરસથી અત્યાર સુધી ૧૦૦૦ લોકો મૃત્યુ પામ્યા છે. તાકાયાએ કહ્યું હતું કે સર્વે મારફતે અત્યંત અલગ જ સંદેશ મળી રહ્યો છે.

તેમણે કહ્યું કે ટોક્યોની હાલની એકમાત્ર યોજના એ છે કે તે ૨૩ જુલાઈ ૨૦૨૧થી રમતોની શરૂઆત કરવા માંગે છે. ગયા મહિને જાપાનની ન્યૂઝ એજન્સી ક્યોડો અને એક ટીવી ચેનલ દ્વારા કરવામાં આવેલા એક સર્વેમાં જાણવા મળ્યું છે કે ૫૧.૦૭ ટકા લોકો એવું વિચારે છે કે આવતા વર્ષે પણ આ રમતોનું આયોજન શક્ય નહી બને.

Related posts

ધોની સાથેની તસ્વીર પોસ્ટ કરી રૈનાઈ કહ્યું-મેદાનમાં રમવા ખુબ આતુર…

Charotar Sandesh

રોહિત શર્મા કોહલીના કેલેન્ડર યરમાં સૌથી વધુ રનનો રેકોર્ડ તોડવાની નજીક…

Charotar Sandesh

૭ ગોલ્ડ મેડલ જીતનારા સમરેશ જંગના પરિવારના તમામ સભ્યો થયા કોરોનાગ્રસ્ત…

Charotar Sandesh