ડબલ્યુટીઓને ટ્રમ્પે પત્ર લખી ભલામણ કરી…
USA : અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ભારત અને ચીન વિરૂદ્ધ આકરૂ વલણ દાખવ્યું છે. તેમને કહ્યું છે કે, ભારત અને ચીન હવે વિકાસશીલ દેશ રહ્યાં નથી. તેમ છતાંયે બંને દેશો વિશ્વ વ્યાપાર સંગઠન (WTO)માંથી વિકાસશીલ દરજ્જાને અંતર્ગત લાભ ઉઠાવી રહ્યાં છે. ટ્રમ્પે પત્ર લખીને WTOને ભલામણ કરી છે કે, ભારત અને ચીનને હવે છુટછાટ ના આપવામાં આવે.
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે, WTO હજી પણ ચીનને વિકાસશીલ દેશ ગણે છે, જેને લઈને અમે એક પત્ર લખ્યો છે અને કહ્યું છે કે, ચીનને આ દરજ્જાથી બહાર કરવામાં આવે. સાથે જ તેમણે કહ્યું હતું કે, હવે ભારતને પણ વિકાસશીલ દેશોના દરજ્જામાં ના રાખવામાં આવે કારણ કે, બંને જ દેશ અમેરિકાને ટક્કર આપી રહ્યાં છે, ભવિષ્યમાં અમે આ લાભ ના આપી શકીએ.
અમેરિકાના રાષ્ટ્રપતિનું આ નિવેદન એવા સમયે આવ્યું છે કે જ્યારે યૂએસ અને ચીન વચ્ચે ટ્રેડ વૉર ચાલી રહ્યું છે. ટ્રમ્પ સરકારે ચીનથી આયાત થતી વસ્તુઓ પર ટેરિફ વધારી દીધો છે. તો જવાબમાં ચીને પણ અમેરિકી માલ સામાન પર ટેક્ષ વધારી દીધો છે. છેલ્લા કેટલાક સમયથી બંને દેશો વચ્ચે ટ્રેડ વૉર ચાલી રહ્યું છે.
આ અગાઉ જુલાઈમાં અમેરિકાના રાષ્ટ્રપતિએ ડબ્લ્યૂટીઓને સ્થિતિ સ્પષ્ટ કરવા કહ્યું હતું કે, તે કયા આધારે કોઈ પણ દેશને વિકાસશીલ દેશનો દરજ્જો આપે છે. તે સમયે પણ એ માનવામાં આવતુ હતું કે, ટ્રમ્પ દ્વારા ઉઠાવવામાં આ સવાલનો હેતુ ચીન, તુર્કી અને ભારતને આ દરજ્જામાંથી બહાર કરવાનો છે.
ઉલ્લેખનીય છે કે, વિકાસશીલ દેશોને ડબ્લ્યૂટીઓ તરફથી વ્યાપારના નિયમોમાં છુટછાટ મળે છે. ટ્રમ્પે અમેરિકી વ્યાપાર પ્રતિનિધિને અધિકાર આપતા એમ પણ કહ્યું હતું કે, જો કોઈ વિકસિત અર્થવ્યવસ્થા ડબ્લ્યૂટીઓની ખામીઓનો લાભ ઉઠાવે છે તો તે તેમના વિરૂદ્ધ ડંદાત્મક કાર્યવાહી શરૂ કરે. ટ્રમ્પનું આ વલણ ભારત માટે પણ આંચકા સમાન માનવામાં આવે છે.
- Naren Patel