મુંબઇ : પંજાબ નેશનલ બેંક દ્વારા રીઝર્વ બેંકને જણાવાયુ છે કે દિવાન હાઉસીંગ ફાયનાન્સ લી.તરફથી રૂ.૩૬૮૮.૫૮ કરોડની છેતરપિંડી કરવામાં આવી છે. પીએનબીના કહેવા મુજબ DHFL ફ્રોડ અંગેની માહિતી સ્ટોક એક્ષચેન્જને પણ કરી દેવાઇ છે. નિયમ મુજબ આ પ્રકારનું ખાતુ ચાર કવાર્ટર સુધી રીકવર ન થાય તો તેના ૧૦૦%નું પ્રોવીઝન કરવાનું હોય છે. ૨૦૧૮માં નીરવ મોદી અને તેના મામા મેહુલ ચોકસીએ પીએનબી સાથે ૧૫૦૦ કરોડનો ફ્રોડ કર્યો હતો.
આનાથી બેંકના ગ્રાહકો પર કોઇ અસર નહિ પડે પણ શેર ઘટશે અને બેંકનો શેર ૭ ટકા ઘટી ૩૪૦૬૦ થયો હતો.
દેશના બીજા મોટા લેન્ડર પંજાબ નેશનલ બેંકે નાદાર થયેલી મોર્ગેજ લેન્ડર દીવાન હાઉસીંગ ફાઈનાન્સ લીમીટેડને આપેલું રૂ.૩૬૮૮ કરોડનું ધીરાણ ફ્રોડ (ઠગાઈ) જાહેર કર્યું છે.આ સરકારી બેંકે જણાવ્યું હતું કે રિઝર્વ બેંક ઓફ ઈન્ડીયાને કંપ્નીને ફ્રોડયુલન્ટ એકાઉન્ટ રિપોર્ટ કરાઈ રહ્યો છે.
બેન્કીંગ રેગ્યુલેટરે નકકી કરેલા નિયમો મુજબ ફ્રોડયુસન્ટ એકાઉન્ટમાં ચારેય કવાર્ટરમાં ૧૦૦% પ્રોવિઝનીંગ કરવું પડે છે. પંજાબ નેશનલ બેંકે અત્યાર સુધી રૂ.૧૨૪૬ કરોડનું પ્રોવિઝનીંગ કર્યું છે.
સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયા અને યુનીયન બેંક ઓફ ઈન્ડીયાએ પણ ડીએચએફએલને ફ્રોડ એકાઉન્ટ જાહેર કર્યું હતું. ખાનગી લેન્ડર ઈન્ડલાઈન બેંકે પણ આવું પગલું લીધું છે.