Charotar Sandesh
વર્લ્ડ

ડોનાલ્ડ ટ્રમ્પે મહાભિયોગનો સામનો કરવો પડશે : નેન્સી પેલોસી

પેલોસીએ સાંસદોને પત્ર લખી મહાભિયોગ પ્રસ્તાવ લાવવા માંગ કરી…

USA : કેપિટલ હિલ હિંસા મામલે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મુશ્કેલીઓમાં વધારો થયો છે. તેમને તેમના કાર્યકાળથી પહેલા જ હટાવવાની માંગ વધી રહી છે. આ વચ્ચે, અમેરિકાના પ્રતિનિધિ સભાની સ્પીકર અને ટ્રમ્પની વિરોધી નેન્સી પેલોસીએ સ્પષ્ટ કર્યું છે કે, ડોનાલ્ડ ટ્રમ્પને મહાભિયોગનો સામનો કરવો પડશે. તેમણે કહ્યું કે, સદન ટ્રમ્પની સામે મહાભિયોગની કાર્યવાહી આગળ વધારશે. પેલોસીએ ડેમોક્રેટ સાંસદોને મોકલેલા એક પત્રમાં કહ્યું છે કે, રાષ્ટ્રપતિ ટ્રમ્પની સામે મહાભિયોગ પ્રસ્તાવ લગાવવામાં આવે.
અમેરિકાના સંસદ ભવનમાં ભડકેલી હિંસા પર ડેમોક્રેટ્‌સને કેટલાક રિપબ્લિકન નેતાઓનો સાથ મળી રહ્યો છે. માનવામાં આવી રહ્યું છે કે, ઉપ રાષ્ટ્રપતિ માઈક પેન્સ પણ ડોનાલ્ડ ટ્રમ્પથી નારાજ છે. જો ટ્રમ્પની સામે મહાભિયોગ પ્રસ્તાવ આવે છે, તો આ બીજી તક હશે જ્યારે તેમને આ પ્રકારની સ્થિતિનો સામનો કરવો પડશે. પેલોસીએ તેમના પત્રમાં લખ્યું છે કે, જેમણે આપણા લોકતંત્ર પર હુમલો કરવા માટે લોકોને ઉશ્કેર્યા, તેમને દોષિત સાબિત કરવા ખુબજ જરૂરી છે. આ વાતને નિશ્ચિત કરવી જરૂરી છે કે, આ અધિનિયમને રાષ્ટ્રપતિ દ્વારા પ્રોત્સાહન આપવામાં આવ્યું.
પોતાના પત્રમાં નેન્સી પેલોસીએ કહ્યું છે કે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ પદ પર રહેવું અમેરિકા માટે જોખમી છે. કારણ કે ત્યાં એવી સંભાવનાને નકારી નથી કે તેઓ કેપિટલ હિલ હિંસા જેવી ઘટનાઓ માટે ફરીથી તેમના સમર્થકોને ઉશ્કેરશે નહીં. તેથી, મહાભિયોગ દ્વારા તેમને શક્ય તેટલી વહેલી તકે દૂર કરવો જોઈએ.

  • Naren Patel

Related posts

વ્હાઇટ હાઉસના વરિષ્ઠ સલાહકાર તરીકે ભારતીય મૂળના નીરા ટંડનની નિયુક્તિ…

Charotar Sandesh

USA : હવે અમેરિકાએ વર્ક વિઝામાં ઈન્ટરવ્યુમાંથી મુક્તિ મળશે

Charotar Sandesh

જો ૭૦% લોકો પણ માસ્ક પહેરવાનું ના ભૂલે તો કોરોનાને ફેલાતો અટકાવી શકાયઃ સ્ટડી

Charotar Sandesh