રિયાને રૂ.૧ લાખના બોન્ડ ઉપર મળ્યા જામીન…
રિયાએ ૧૦ દિવસ સુધી નજીકના પો.સ્ટેશનમાં નિયમિત હાજરી પુરાવી પડશે, તેના ભાઇ શોવિકની જામીન અરજી ફગાવાઇ…
મુંબઇ : ડ્રગ્સ કેસમાં જેલમાં બંધ એક્ટ્રેસ રિયા ચક્રવર્તીને બોમ્બે હાઈકોર્ટે જામીન આપ્યા છે. જસ્ટિસ સારંગ વી કોટવાલે આજે રિયા ચક્રવર્તીના જામીન મંજૂર કર્યા છે જ્યારે તેના ભાઈ શોવિક ચક્રવર્તીના જામીન ના મંજૂર કર્યા છે. કોર્ટે રિયા ચક્રવર્તીને ૧ લાખ રૂપિયાના પર્સનલ બોન્ડ પર મુક્ત કરી છે. રિયાએ એક મહિનાની અંદર આ રકમ જમા કરાવવાની રહેશે. રિયાએ કોર્ટ સમક્ષ પાસપોર્ટ જમા કરાવવો પડશે અને મુંબઈની બહાર જવા માટે મંજૂરી લેવી પડશે. જ્યારે પણ રિયાને પૂછપરછ માટે બોલાવવામાં આવે તેણે હાજર થવું પડશે. ઉપરાંત રિયાએ જેલમાંથી છૂટ્યા બાદ ૧૦ દિવસ સુધી નજીકના પોલીસ સ્ટેશનમાં નિયમિત હાજરી પુરાવી પડશે.
ઉલ્લેખનીય છે કે, સુશાંત સિંહ રાજપૂતના મોત કેસમાં તપાસ દરમિયાન સામે આવેલા ડ્રગ્સ કેસમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ ૮ સપ્ટેમ્બરના રોજ રિયાની જ્યારે ૪ સપ્ટેમ્બરે તેના ભાઈ શોવિક ચક્રવર્તીની ધરપકડ કરી હતી. મંગળવારે રિયા અને શોવિકની જ્યૂડિશિયલ કસ્ટડી સ્પેશિયલ દ્ગડ્ઢઁજી કોર્ટે ૨૦ ઓક્ટોબર સુધી લંબાવી હતી. રિયા ચક્રવર્તી છેલ્લા એક મહિનાથી ભાયખલા જેલમાં બંધ છે જ્યારે તેનો ભાઈ શોવિક તાલોગા સેન્ટ્રેલ જેલમાં છે. બોમ્બે હાઈકોર્ટે શોવિક ઉપરાંત ડ્રગ પેડલર અબ્દુલ બાસિત પરિહારના પણ જામીન ફગાવ્યા છે.
માનવામાં આવી રહ્યું છે કે, શોવિક ચક્રવર્તીની ડ્રગ્સ ખરીદવા અંગેની સામે આવેલી ચેટ પર હજી તપાસ ચાલી રહી છે માટે તેના જામીન નામંજૂર થયા છે. તો બીજી તરફ રિયા ચક્રવર્તી પાસેથી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોને કોઈપણ પ્રકારના ડ્રગ્સ મળ્યા નથી અને આ જ આધારે તેની જામીન અરજી મજબૂત બની હતી. ઉલ્લેખનીય છે કે, દ્ગઝ્રમ્એ કોર્ટના જામીનના આદેશ પર સ્ટે માગ્યો હતો જેને બોમ્બે હાઈકોર્ટે ફગાવ્યા છે.
મહત્વનું છે કે, ડ્રગ્સ કેસમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ રિયા ચક્રવર્તી અને તેના ભાઈ શોવિક ઉપરાંત સુશાંતના સ્ટાફ મેમ્બર્સ સેમ્યુઅલ મિરાન્ડા અને દીપેશ સાવંત તેમજ ઘણા કથિત ડ્રગ પેડલર્સને પકડ્યા હતા. આ સિવાય એનસીબીએ આ કેસમાં બોલિવુડ એક્ટ્રેસ રકુલ પ્રીત સિંહ, દીપિકા પાદુકોણ, શ્રદ્ધા કપૂર અને સારા અલી ખાનની પૂછપરછ કરી હતી.