Charotar Sandesh
ઈન્ડિયા

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં ફેરફાર : આરટીઓમાં ડ્રાઇવિંગ ટેસ્ટ નહિ આપવો પડે…

જુલાઈથી નવો નિયમ અમલી, હવે માન્યતા પ્રાપ્ત ડ્રાઈવીંગ ટ્રેનીંગ સ્કૂલમાં રજીસ્ટ્રેશન કરાવવું પડશે…

ન્યુ દિલ્હી : ડ્રાઈવીંગ લાયસન્સ બનાવવા માટે હવે તમારે કોઈ રીજીયોનલ ટ્રાન્સપોર્ટ ઓફિસ એટલે કે આરટીઓમાં ડ્રાઈવીંગ ટેસ્ટ આપવાની જરૂર નહી પડે. રોડ ટ્રાન્સપોર્ટ મંત્રાલયે ડ્રાઈવીંગ લાયસન્સ માટે નવા નિયમોને નોટીફાઈ કર્યા છે. જે અનુસાર ડ્રાઈવીંગ લાયસન્સ માટે તમે કોઈપણ માન્યતા પ્રાપ્ત ડ્રાઈવીંગ ટ્રેનીંગ સ્કૂલમાં રજીસ્ટ્રેશન કરાવી શકો છો. ત્યાંથી ટ્રેનીંગ પુરી કર્યા બાદ અને એક ટેસ્ટ પાસ કર્યા બાદ તમને ડ્રાઈવીંગ લાયસન્સ જારી કરી દેવામાં આવશે. આ સ્થિતિમાં તમારે કોઈપણ આરટીઓમાં જઈને ડ્રાઈવીંગ ટેસ્ટ આપવાની જરૂર નહિ પડે.
ખાસ વાત એ છે કે ડ્રાઈવીંગ લાઈસન્સ ટ્રેનિંગ અને તેની સાથે ટેસ્ટ સાથે જોડાયેલી તમામ પ્રક્રિયા સંપૂર્ણ રીતે ઈલેકટ્રોનિકલી રેકોર્ડ કરવામાં આવશે.

મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યુ હતુ કે આ સમગ્ર પ્રક્રિયા ટેકનિકથી સંચાલીત અને તેમા કોઈપણ પ્રકારથી અન્ય વ્યકિતની જરૂર નહિ પડે. આનો અર્થ એ છે કે હવે ન તો તમારે લાઈસન્સ પહેલા ટેસ્ટ માટે તમારી બાઈક કે કાર લઈ જવુ પડશે કે ન તો મામુલી ભૂલ થાય તો ટેસ્ટ લેનાર અધિકારીઓ પાસેથી નિરાશાજનક શબ્દ સાંભળવો નહિ પડે.

અધિકારીના જણાવ્યા પ્રમાણે ડ્રાઈવીંગ સેન્ટરોની માન્યતા એવા સેન્ટરોને આપવામા આવશે જે જગ્યા, ડ્રાઈવીંગ ટ્રેક, આઈટી અને બાયોમેટ્રીક સિસ્ટમ અને નિર્ધારીત સીલેબસ અનુસાર ટ્રેનીંગ સાથે જોડાયેલ જરૂરીયાતોને પૂર્ણ કરશે. એક વખત ટ્રેનીંગ સેન્ટર તરફથી સર્ટીફીકેટ જારી થયા બાદ તે સંબંધીત મોટર વ્હીકલ લાઈસન્સ અધિકારી પાસે પહોંચી જશે.

રોડ ટ્રાન્સપોર્ટ મંત્રાલય તરફથી નોટીફાઈ કરવામાં આવેલ નવા નિયમો આવતા મહિનાથી લાગુ પડશે. એવામાં જે લોકો કે સંસ્થા આ પ્રકારની ડ્રાઈવીંગ ટ્રેનીંગ ઈન્સ્ટીટયુટ ચલાવવા ઈચ્છે તો તેઓ રાજ્ય સરકારોને અરજી કરી શકશે.

Related posts

હવે કોઇ અવળચંડાઇ કરી તો અમે ફાયરિંગ કરતાં ખચકાઇશું નહીં : ભારતનો ચીનને સ્પષ્ટ સંદેશ…

Charotar Sandesh

ઈતિહાસમાં પ્રથમવાર આ વર્ષે કુંભ મેળો ૧ મહિનો જ ચાલશે…

Charotar Sandesh

યુક્રેનમાં યુદ્ધ અને વાતચીતનો અંત લાવવાની હાકલ કરી : PM મોદીએ વરિષ્ઠ પ્રધાનો સાથે વાતચીત કરી

Charotar Sandesh