એક તરફ ગરમી તો બીજી તરફ આગ લાગવાના બનાવો વધી રહ્યા છે. ત્યારે અમદાવાદની ડ્રાઇવ ઇન રોડ પર આવેલી કન્ટ્રી ઇન હોટલમાં આજે વહેલી સવારે આગ લાગવાની ઘટના બની હતી. ઘટનાની જાણ થતાં ફાયરનો ૪ ગાડીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો હતો.
આ ઘટનામાં મળતી માહિતી અનુસાર, ડ્રાઇવ ઇન રોડ પર આવેલી કન્ટ્રી ઇન હોટલના રસોઇ ઘરમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ જાવા મળ્યો. જાત જાતામાં આદે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગ એટલી વિકરાળ બની હતી કે, ધુમાડાના ગોટેગોટા ઉડતા જાવા મળ્યા હતા.
આ ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં ફાયરનો કાફલો ૪ ગાડીઓ સાથે ઘટના સ્થળે પહોંચી ગયો હતો. આ ઘટનામાં આગ કયા કારણોસર લાગી તે જાણી શકાયુ નથી.