Charotar Sandesh
ઈન્ડિયા

તમામ રાજકીય પક્ષો ચૂંટણી બોન્ડની વિગતો ચૂંટણી પંચને સોંપેઃ સુપ્રીમ કોર્ટ આભાર – નિહારીકા રવિયા

સુપ્રીમ કોર્ટે ચૂંટણી બોન્ડની કાયદેસરતાના મામલે સુનાવણી દરમિયાન તમામ રાજકીય પક્ષોને આ ઈલેક્ટોરલ બોન્ડ્‌સ અંતર્ગત પ્રાપ્ત કરેલી રકમ તેમજ દાતાઓની સંપૂર્ણ વિગતો જાહેર કરવાનો આદેશ આપ્યો છે. ચીફ જÂસ્ટસ રંજન ગોગોઈની અધ્યક્ષતા હેઠેળની બેન્ચે જણાવ્યું કે તમામ રાજકીય પક્ષો ૧૫ મે સુધીમાં દાન પેટે કેટલી રકમ પ્રાપ્ત થઈ તેની વિગતો ૩૦મે સુધીમાં ચૂંટણી પંચને એક બંધ કવરમાં સોંપી દે. ચીફ જÂસ્ટસ રંજન ગોગોઈ, Âજ્સટસ દીપક ગુપ્તા અને જÂસ્ટસ સંજીવ ખન્નીની બેન્ચે જણાવ્યું કે, ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શકતા માટે આ જરૂરી છે કે ઈલેક્ટોરલ બોન્ડ્‌સ દ્વારા પ્રાપ્ત દાનનો ખુલાસો કરવામાં આવે.
ચીફ જÂસ્ટસએ સીપીઆઈ(એમ) અને એડીઆર સંસ્થા દ્વારા કરાયેલી અરજી પર ચુદાકો આપતા જણાવ્યું કે ૧૫મે સુધી રાજકીય પક્ષોને ઈલેક્ટોરલ બોન્ડ દ્વારા મળેલા દાનની વિગતો ૩૦ મે સુધીમાં સોંપવી પડશે. આ વિગતોમાં તેમણે પ્રાપ્ત ડોનેશનની રકમનો ઉલ્લેખ કરવો પડશે તેમજ દાન મેળવ્યું હોય તે ખાતાઓની વિગતો પણ આપવી પડશે.
આ કેસમાં ગુરુવારને સુનાવણી થયા બાદ સુપ્રીમ કોર્ટે ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો. કેન્દ્ર સરકારની આ યોજના વિરુદ્ધ એસોસિએશન ઓફ ડેમોક્રેટિક રિફોર્મ્સ નામની એનજીઓ એ જાહેરહિતની અરજી દાખલ કરી હતી. એનજીઓ તરફથી સુપ્રીમ કોર્ટમાં વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણે દલીલો કરી હતી.
એનજીઓએ પોતાની અરજીમાં આ યોજનાની કાયદેસરતાને પડકારતા જણાવ્યું હતું કે આ યોજના પર રોક લગાવવામાં આવવી જાઈએ અથવા તો દાતાઓના નામ જાહેર કરવામાં આવે. એડીઆરની આ દલીલનો વિરોધ કરતા એટોર્ની જનરલ કે કે વેણુગોપાલે જણાવ્યું કે આ યોજનાનો ઉદ્દેશ ચૂંટણી દરમિયાન કાળા નાણાંના ઉપયોગને રોકવાનો છે.
જા કે યોજનાને લઈને કેન્દ્ર સરકાર અને ચૂંટણી પંચનો મત અલગ-અલગ છે. સરકાર ચૂંટણી બોન્ડથી દાન આપનારનું નામ ગુપ્ત રાખવા માંગે છે, જ્યારે ચૂંટણી પંચ પારદર્શકતા માટે દાતાઓના નામ સાર્વજનિક કરાય તેવું ઈચ્છે છે. કેન્દ્ર સરકારે ચીફ જÂસ્ટસ રંજન ગોગોઈની આગેવાની હેઠળની બેન્ચને જણાવ્યું કે ઈલેક્ટોરલ બોન્ડ યોજનાની શરૂઆત રાજકારણમાં કાળા નાણાંને સમાપ્ત કરવા માટે કરાઈ હતી.

Related posts

ઉત્તરપ્રદેશના મુરાદાબાદમાં બસ-ટ્રક વચ્ચે અકસ્માત : ૧૦ લોકોના મોત…

Charotar Sandesh

સરકારની ખોટી નીતિઓને કારણે ભય અને અવિશ્વાસનો માહોલ : મનમોહન સિંહ

Charotar Sandesh

જમ્મુ કાશ્મીરમાં આતંકી ફંડિંગ મામલે ૪૦થી વધુ સ્થળે NIAના દરોડા

Charotar Sandesh