Charotar Sandesh
ઈન્ડિયા

તમિલનાડુ-પોંડિચેરીથી ટકરાઇને નીકળ્યુ વાવાઝોડું નિવારઃ ચેન્નાઇમાં ભારે વરસાદ…

ચેન્નાઇ : ચક્રવાતી તોફાન નિવાર અડધી રાત પછી તમિલનાડુ અને પોડિચેરીના કિનારા પર થઇને આગળ નીકળી ગયુ છે. હવામાન વિભાગ અનુસાર, ટકરાયા બાદ ચક્રવાતી તોફાન હવે પહેલાની જેમ ખતરનાક નથી રહ્યો પરંતુ ઝડપી હવા સાથે વરસાદ ચાલુ છે. પોડિચેરી અને તમિલનાડુના કરાઇકલ,નાગાપટ્ટનમ અને ચેન્નાઇમાં કાલથી જ સતત વરસાદ પડી રહ્યો છે. વરસાદને કારણે મોટાભાગના વિસ્તાર જળબંબાકાર થઇ ગયા છે.
તમિલનાડુના મુખ્યમંત્રી નારાયણસ્વામીએ ઝ્રઅષ્ઠર્ઙ્મહી દ્ગૈદૃટ્ઠિ વિશે જાણકારી આપતા કહ્યુ કે ચક્રવાતી તોફાનથી હજુ સુધી કોઇ નુકસાનના સમાચાર નથી. આશરે ૨૦૦૦ લોકોને રાહત શિબિરમાં સુરક્ષિત લઇ જવામાં આવ્યા છે. ભારે વરસાદને કારણે મોટાભાગના વિસ્તારમાં પાણી ભરાઇ ગયુ છે.
ચક્રવાતી તોફાન નિવાર પોડીચેરીમાં દરિયાઇ તટ સાથે ટકરાઇ ચુક્યુ છે. ૨૫ નવેમ્બરની રાત્રે ૧૧.૩૦ વાગ્યાથી લઇને ૨૬ નવેમ્બરે રાત્રે ૨.૩૦ વાગ્યા સુધી નિવારનું લેન્ડફોલ થયુ હતું. તે બાદ તેની ઝડપ ઓછી થઇ હતી. હવે આ કેટેગરી જીદૃીિી ષ્ઠઅષ્ઠર્ઙ્મહૈષ્ઠ જર્ંદ્બિની છે. પોડિચેરી આગળ હવે હવાની ઝડપ ઓછી થઇને ૬૫થી ૭૫ કિલોમીટર પ્રતિ કલાકની રહી જશે.
જોકે, આ તોફાને તમિલનાડુ અને પોડિચેરીમાં ઘણુ નુકસાન પહોચાડ્યુ છે. રાત હોવાને કારણે પ્રભાવિત વિસ્તારની સાચી તસવીર આવી શકી નથી પરંતુ વરસાદ અને તોફાનને કારણે વિસ્તારમાં જીવન ઠપ્પ થઇ ગયુ છે.

Related posts

દિલ્હીના પ્રદૂષણથી લોકો ઘરમાં પણ માસ્ક પહેરે છે : સુપ્રિમ કોર્ટ

Charotar Sandesh

તમામ રાજ્યો ૩૧ જુલાઇ સુધી ધો.૧૨નું પરિણામ જાહેર કરે : સુપ્રિમ કોર્ટ

Charotar Sandesh

દેશમાં ૪૦,૦૮,૪૩૧ દર્દીઓએ કોરોનાને હરાવ્યો, રિકવરી રેટમાં યુએસને છોડ્યું પાછળ…

Charotar Sandesh