Charotar Sandesh
ગુજરાત દક્ષિણ ગુજરાત

તહેવાર નજીક આવતા ખાનગી બસોના ભાડા બેથી ત્રણ ગણા વધ્યા…

રાજકોટ : હીરા ઉદ્યોગમાં કામ કરતા અમદાવાદના રત્નકલાકારોને 25 ઓક્ટોબરથી 25 દિવસનું વેકેશન આપવામાં આવ્યું છે. મોટા ભાગે રત્નકલાકારો સૌરાષ્ટ્રમાંથી આવીને સુરતમાં કે, અમદાવાદમાં જઈને કામ કરતા હોય છે. દિવાળીના વેકેશનમાં તેઓ તેમના વતન સૌરાષ્ટ્ર જવાનું વધારે પસંદ કરતા હોય છે. તહેવાર સીઝનને ધ્યાનમાં રાખીને બસના ભાડાઓમાં પણ વધારો થઇ રહ્યો છે. સૌરાષ્ટ્ર જતી બસોના ભાડામાં એક સાથે ત્રણથી ચાર ગણો વધારો થઇ ગયો છે. સામાન્ય દિવસોમાં જે ભાડું લેવામાં આવે છે, તેના કરતા બેથી ત્રણ ગણુ વધારે ભાડું દિવાળીના વેકેશનના સમયમાં સૌરાષ્ટ્ર જતા લોકો પાસેથી વસુલવામાં આવે છે.

અમદાવાદમાં ખાનગી બસોના વધેલા ભાડાની વાત કરવામાં આવે તો અમદાવાદથી અમરોલી, બગસરા જવા માટે 350થી 750 સુધી, અમદવાદથી સાવારકુંડલા જવા માટે 350થી 800, અમદાવાદથી ઉના જવા માટે 400થી 900, અમદાવાદથી જૂનાગઢ જવા માટે 400થી 1,000 અને અમદાવાદથી મુંબઈ જવા માટે 600થી 1400 રૂપિયા ભાડું વસુલવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત આગામી દિવસોમાં આ ભાડાઓમાં હજુ પણ 100 રૂપિયાનો વધારો થયા તેવી આશંકાઓ વ્યક્ત કરવામાં આવી છે.

Related posts

ધો.૧૨ની ઉત્તરવહીની ચકાસણી ભૂલ કરનાર શિક્ષકો પાસેથી ૩૦ લાખ દંડ વસૂલાયો…

Charotar Sandesh

હિંમતનગરમાં કલમ ૧૪૪ લાગુ : શોભાયાત્રામાં ઘર્ષણનો મામલો : ગૃહમંત્રીએ ઉચ્ચ બેઠક બોલાવી

Charotar Sandesh

રાજ્યમાં એક અઠવાડિયામાં નવા કેસ ૬૬% વધ્યા, અમદાવાદમાં ફરી હોસ્પિટલો ભરાવાનુ શરુ…

Charotar Sandesh