બેન્કોમાં એટીએમ સંબંધીત ફ્રોડ એટલે કે છેતરપીંડી વધી રહી છે તેને ડામવા માટે ઓટીપી (વન ટાઈમ પાસવર્ડ) આધારીત નવી સિસ્ટમ તા.1 જાન્યુઆરીથી દાખલ કરવા તૈયારી કરી…
મુંબઈ : બેન્કોમાં એટીએમ સંબંધીત ફ્રોડ એટલે કે છેતરપીંડી વધી રહી છે તેને ડામવા માટે દેશની મોખરાની સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાએ હવે એટીએમમાંથી નાણાં ઉપાડવા માટે ઓટીપી (વન ટાઈમ પાસવર્ડ) આધારીત નવી સિસ્ટમ તા.1 જાન્યુઆરીથી દાખલ કરવા તૈયારી કરી છે. રૂા.10 હજારથી વધુના વ્યવહારો પર અને સવારે આઠથી રાત્રે આઠ દરમ્યાન થતા આ પ્રકારના ટ્રાન્ઝેકશન માટે ઓટીપી આધારીત રોકડ ઉપાડ થઈ શકશે.
તા.1થી સ્ટેટ બેન્કના તમામ એટીએમમાં આ નવી વ્યવસ્થા અમલી બની જશે જેને કારણે ફ્રોડ પર થોડો અંકુશ આવશે. સ્ટેટ બેન્કના કાર્ડ હોલ્ડર જયારે નાણા ઉપાડવા જાય ત્યારે તેના બેન્કમાં નોંધાયેલા મોબાઈલ પર એક ઓટીપી આવશે અને તે ઓટીપી આંકડામાં હશે અને આ ઓટીપી એટીએમમાં દાખલ કરવાનો રહેશે. અને ત્યારબાદ જ નાણા ઉપડી શકશે. આ માટે એટીએમમાં ખાસ એક ઓટીપી સ્ક્રીન દેખાશે અને તે મેચ થયા બાદ જ નાણાં ઉપડશે.