આઈઆઈટીઈ યુનિવર્સીટીમાં છેલ્લા ત્રણ દિવસથી ફી વધારા મુદ્દે યુનિવર્સીટીના વિદ્યાર્થીઓ હડતાળ ઉપર ઉતર્યા છે…!
ગાંધીનગર,
ગાંધીનગર સેક્ટર-૧૫માં આવેલ આઈઆઈટીઈ યુનિવર્સીટીમાં છેલ્લા ત્રણ દિવસથી ફી વધારા મુદ્દે યુનિવર્સીટીના વિદ્યાર્થીઓ હડતાળ ઉપર ઉતર્યા છે. ત્યારે વિદ્યાર્થીઓ પોતાની હડતાલને યથાવત રાખવા માટે હડતાલ ઉપર છે. છેલ્લા ત્રણ દિવસથી હડતાલ બાબતે તમામ અધિકારીઓને રજુઆત કરવા છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી. વિધાર્થીઓની મુખ્ય ત્રણ માંગણીઓ છે. એને તંત્ર સાંભળવા માટે તૈયાર નથી. જેથી હવે ભુખ હડતાલ કરવાનો વારો આવ્યો છે. આ કોલેજમાં કન્યા કેળવણી મંડળના વિદ્યાર્થીનીઓની કોઈ સુરક્ષા બાબતે ધ્યાન લેવામાં આવતું નથી. અને કન્યા કેળવણીના વિદ્યાર્થીનીઓએ જણાવ્યું કે અમારી સુરક્ષા બાબતે એક પણ ગાર્ડ નથી. જેથી અમે આ કોલેજમાં પોતાની જાતને અસુરક્ષિત માની રહ્યા છે. તેમજ કન્યા કેળવણીમાં ફી માફી હોવા છતાં અમારી પાસેથી મસમોટી ફી વસુલવામાં આવે છે.
હવે જ્યાં સુધી અમારી માંગણીઓ નહિ સંતોષાય ત્યાં સુધી આ હડતાલ યથાવત રાખીશું. આજે ત્રણ દિવસના હડતાલ પછી છેલ્લા બે દિવસથી આઈઆઈટીઈના વિદ્યાર્થીઓ ભૂખ હડતાલ પર ઉતરી આવ્યા છે. જેના કારણે પાંચ જેટલી વિદ્યાર્થીનીઓની તબિયત લથડતા તેમને ૧૦૮ મારફતે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. વિદ્યાર્થી પૂર્વી ટુકડીયા એ જણાવ્યું કે અમારી માંગણીઓ જ્યા સુધી નહીં સંતોષાય ત્યાં સુધી અમે ભૂખ હડતાળ ઉપર જ રહીશુ. મુખ્ય મુદ્દો ફી વધારાનો છે પણ આઈઆઈટીઈના રજીસ્ટાર જણાવે છે કે અમે કોઈ પણ ફી વધારવા બાબતે કોઈ નિર્ણય લીધો નથી. રજીસ્ટારનું કહેવું છે કે છેલ્લા ત્રણ દિવસથી હડતાલ કરવાનું કાર્યક્રમ કોલેજમાં યથાવત છે. ત્યારે પાંચ જેટલી વિદ્યાર્થીની અત્યારે સવારમાં બીમાર પડી. જેથી તેમને હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. પરંતુ ગુજરાત સરકાર બેટી પઢાઓ બેટી બચાઓને સ્લોગન પર કાર્ય કરે છે.
ગાંધીનગરમાં આઈઆઈટીઈ યુનિવર્સીટીમાં વિધાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ છેલ્લા ત્રણ દિવસથી ભૂખ હડતાલ ઉપર ઉતરી છે. શુ બેટી પઢાઓ અને બેટી બચાઓ સ્લોગન આ કોલેજમાં લાગુ નથી પડતો? કોલેજ પ્રશાસન ધ્યાન કેમ નથી આપતું.? રજીસ્ટર જણાવે છે કે આ વિદ્યાર્થીઓમાં ઘણા એવા વિદ્યાર્થીઓ છે જે નોકરી કરે છે, કોઈ ચોરી કરે, તો કોઈ કોલેજમાં ભણવા આવતા જ નથી. જેને લઈઆ સ્ટ્રેઈક કરવામાં આવી રહી છે. આઈઆઈટીઈ યુનિવર્સીટીના કેમ્પસમાં ચાલતી હડતાલની માહિતી શુ આઈઆઈટીઈના વાઇસ ચાન્સેલર હર્ષદ પટેલને નથી..? આ કોલેજમાં વિધાર્થીઓ હડતાલ ઉપર છે. વાઇસ ચાન્સેલર દિલ્લી ફરવાથી બાજ નથી આવતા. રજીસ્ટારે જણાવ્યું કે જ્યાં સુધી હર્ષદ પટેલ વી.સી દિલ્લીથી આવશે નહિ ત્યાં સુધી હળતાલનું નિરાકરણ આવશે નહિ.તો શું હર્ષદ પટેલ તો દસ દિવસે દિલ્લી થી આવે ત્યાં સુધી શુ વિધાર્થીઓ ભખે અને તરસે બેસી રહે..?એમના ભણતરનું શુ..? કેમ શિક્ષણ મંત્રી ઘોર નિંદ્રામાં છે..? કેમ યીનિવર્સીટીના વાઇસ ચાન્સેલર વિધારથીઓના પડતર પ્રશ્નો ઉકેલવાને બદલે દિલ્લી ભાગી ગયા? યુનિવર્સીટીના વિધાર્થીઓ માંથી કોઈ પણ વિધાર્થીને કોઈ મોટું નુકસાન થશે તો કોણ જવાદબાર..? હડતાલ કરી રહેલી વિદ્યાર્થીનીઓ એ જણાવ્યું કે અમને રજીસ્ટાર કહે છે કે અ કોલેજ કન્યા કેળવણી અંતરગત નથી આવતી જેથી ફી વધારવામાં આવી છે પરંતુ મીડિયા મારફતે રજીસ્ટર ને પ્રશ્ન કરવામાં આવ્યું કે શું આ કોલેજ કન્યા કેળવણી અંતર્ગત આવે છે કે કેમ તો રજીસ્ટાર ગોળ ગોળ ફરાઈને જવાબ ફી બાબતે આપવા લાગ્યા. જેથી કહી શકાય કે તાલી એક હાથે ન વાગે. શુ આ આઈઆઈટીઈ યુનિવર્સીટી કોઈ કોઈ વિદ્યાર્થીઓના મોતની રાહ જોઈ રહી છે શું.આંદોલન, ભૂખ હડતાલ ઘણા કરે છે પરતું જેને હજુ આ દુનિયા માં કઈ જોયુ ન હોય એવા વિદ્યાર્થી આજે ભારતીય જનતા પાર્ટીના રાજ માં ભૂખ હડતાલ ઉપર ઉતર્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ડિજિટલ ઇન્ડિયાની વાતો મોદીના મંત્રીઓ અથવા ભાજપ જ લોકો ડિજિટલ ઇન્ડિયાના ધજાગરા ઉડાવી રહ્યા છે. હવે ક્યારે આ વિદ્યાર્થીઓનું ભાવિ ભવિષ્ય તરફ ભારતીય જનતા પાર્ટી અને શિક્ષણ મંત્રી ભપેન્દ્ર સિંહ ધ્યાન આપશે.? તે એક મોટો સવાલ બની ગયો છે. મૌખિક લેખિક રજુઆત કરવા છતાં કેમ કોલેજ વિરુદ્ધ પગલાં લેવામાં આવ્યા નથી..?