થરાદ : રાજ્યમાં દિવાળી બાદ પણ વરસી રહેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતો પરેશાન થઈ ગયા છે. ખેડૂતો કમોસમી વરસાદને કારણે પાકને નુકસાન થતાં મુશ્કેલીમાં મુકાય ગયા છે. પહેલા કયાર વાવાઝોડાને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. હવે ’મહા’ વાવાઝોડાને કારણે વરસાદની આગાણી પણ છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના થરાદ પંથકમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. થરાદના વિવિધ વિસ્તારોમાં વરસાદ શરૂ થયો હતો. આ કમોસમી વરસાદથી ખેડૂતોની મુશ્કેલીમાં વધુ વધારો થયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર બનાસકાંઠાના થરાદ વિસ્તારમાં ગરમી બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો અને વરસાદ શરૂ થયો હતો. આ કમોસમી વરસાદથી ખેડૂતોના પાકનું ધોવાણ થઈ રહ્યું છે. પહેલા ક્યાર અને વહા મહા વાવાઝોડાને કારણે રાજ્યમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે.
ગુજરાત પર ફરી વાવાઝોડું ત્રાટકવાની આગાહી કરવામાં આવી રહી છે. સાઈક્લોન ’મહા’ વાવાઝોડા અંગે હવામાન વિભાગે આગાહી કરી છે. આ વાવાઝોડું સીવીયર સાયકલોન બની રહ્યું છે . ૬ થી ૭ નવેમ્બર સુધીમાં તે ગુજરાત કિનારે ટકરાઈ શકે છે. વેરાવળ, ગીર સોમનાથ જિલ્લા, પોરબંદર, જામનગર, દક્ષિણ ગુજરાતમાંના જીલાઓમાં વ્યાપક અસર દેખાઈ શકે છે. જો કે આ વાવાઝોડું આવનારા દિવસોમાં ઓમાન તરફ પણ ફંટાઈ શકે છે અને કદાચ તેની તિવ્રતા, દિશા, ગતિમાં ફેરફાર થઈ શકે છે.