વડાપ્રધાન મોદીએ વર્ષ ૨૦૨૦ની છેલ્લી ’મન કી બાત’ દ્વારા લોકોને સંભોધતા કહ્યું…
પીએમ મોદીએ અબુલ ફઝલને યાદ કર્યા, કાશ્મીરી કેસરના કર્યા વખાણ, આત્મનિર્ભર ભારત માટે વર્લ્ડ લેવલની પ્રોડક્ટ બનાવવી જરૂરી…
દિલ્હી : વડાપ્રધાન મોદીએ વર્ષ ૨૦૨૦ની અંતિમ મન કી બાત કાર્યક્રમ દ્વારા સંબોધતા લોકોને ફરી લોકલ ફોર વોકલ માટેની વાત કરી. વડાપ્રધાને કાર્યક્રમને સંબોધન કરતાં કહ્યું કે નવું વર્ષ ચાર દિવસ પછી શરૂ થવા જઈ રહ્યું છે. આગામી વર્ષે નવા વર્ષની મન કી બાત થશે. વર્ષ ૨૦૨૦નો આ મોદીનો છેલ્લો ’મન કી બાત’ કાર્યક્રમ હતો. આજે ૨૭ ડિસેમ્બર છે. ૪ દિવસ પછી નવું વર્ષ શરૂ થવા જઈ રહ્યું છે. આગામી મન કી બાત ૨૦૨૧માં થશે. મારી સામે તમારા લખેલા ઘણા બધા પત્રો આવ્યા છે. આપ પત્ર દ્વારા સૂચનો મોકલો છો. ઘણા લોકોએ ફોન પર વાત કરી. મોટાભાગની વાતોમાં પાછલા વર્ષોના અનુભવ અને નવા વર્ષનાં સંકલ્પો છે. મોદીએ મન કી બાતમાં સંબોધન કરતાં કહ્યું કે, મિત્રો, દેશ પર ઘણું સંકટ આવ્યું, વિશ્વમાં સપ્લાય ચેઇનમાં અવરોધો પણ આવ્યા, પરંતુ આપણે દરેક કટોકટીનો હિંમતથી સામનો કર્યો છે. દિલ્હીના અભિનવને બાળકોને ગિફ્ટ આપવી હતી તે દિલ્હીના ઝાંડેવાલાન માર્કેટમાં ગયા હતા. અભિનવ કહે છે કે ત્યાં દુકાનદારો ત્યાં બોલીને સામાન વેચતા હોય છે કે આ રમકડા ભારતમાં બનાવવામાં આવે છે.
લોકોને ભારતમાં બનાવેલા રમકડા પણ પસંદ આવી રહ્યા છે. આ ફેરફાર એક વર્ષમાં થયો છે. અર્થશાસ્ત્રીઓ પણ આ સ્કેલને માપી શકતા નથી. વિશાખાપટ્ટનમના વેંકટ મુરલીપ્રસાદ જીએ મને એક અલગ વિચાર શેર કર્યો. તેઓ લખે છે- હું તમને ૨૦૨૧ માટે મારા એબીસી સાથે જોડું છું. એબીસીનો અર્થ શું છે તે મને સમજાયુ નહીં. પછી વેંકટ જીએ પત્ર સાથે એક ચાર્ટ પણ જોડ્યો. એબીસીનો અર્થ આત્મનિર્ભર ભારત ચાર્ટ એબીસી. જે ખૂબ જ રસપ્રદ છે. વોકલ ફોર લોકલ તે આજે ઘરે ઘરે ગુંજી રહ્યું છે. આવી સ્થિતિમાં, હવે આપણાં ઉત્પાદનો વર્લ્ડ ક્લાસ છે તેની ખાતરી કરવાનો સમય છે. જે વૈશ્વિક શ્રેષ્ઠ છે, આપણે તેને ભારતમાં બનાવીને બતાવીએ. આ માટે, આપણાં ઉદ્યોગસાહસિકોએ આગળ આવવું પડશે.
સ્ટાર્ટઅપ્સને પણ આગળ આવવું પડશે. ભારતમાં દીપડાઓની સંખ્યામાં વર્ષ ૨૦૧૪ અને ૨૦૧૮ની વચ્ચે ૬૦%થી વધુનો વધારો થયો છે. ૨૦૧૪માં દેશમાં દીપડાની સંખ્યા લગભગ ૭,૯૦૦ હતી, જ્યારે ૨૦૧૯માં તેની આ સંખ્યા વધીને ૧૨,૮૫૨ થઈ ગઈ. દીપડા વિશે, જિમ કોર્બેટે કહ્યું હતું કે, “જેમણે દીપડાને મુક્તપણે ભટકતા જોયા નથી, તેઓ તેની સુંદરતાની કલ્પના કરી શકતા નથી.” દીપડાઓની સૌથી વધુ વસ્તી ધરાવતા રાજ્યોમાં મધ્યપ્રદેશ, કર્ણાટક અને મહારાષ્ટ્ર ટોપ પર છે. આ એક મોટી સિદ્ધિ છે. મોદીએ કહ્યું કે મેં તામિલનાડુના હાર્દિકના હ્રદયસ્પર્શી પ્રયત્નો વિશે વાંચ્યું. આપણે બધાએ માણસોવાળી વ્હીલચેર્સ જોઇ છે, પરંતુ કોઈમ્બતુરની એક પુત્રી ગાયત્રીએ તેના પિતાજીની સાથે એક પીડિત કૂતરા માટે વ્હીલચેર બનાવી. આ ત્યારે જ થઈ શકે છે જ્યારે વ્યક્તિ દરેક જીવ પ્રત્યે દયા અને કરુણાનો ભાવ રાખે. ઉત્તરપ્રદેશની કૌશાંબી જેલમાં ગાયોને ઠંડીથી બચાવવા માટે જુના ફાટેલા ધાબળામાંથી કવર બનાવવામાં આવી રહ્યા છે.