Charotar Sandesh
સ્પોર્ટ્સ

દર્શકો વગર થઇ શકે છે જુલાઈમાં આઇપીએલ-૨૦૨૦ નું આયોજન…

નવી દિલ્હી : દેશભરમાં લોકડાઉન વધવાની શક્યતાની વચ્ચે આઈપીએલનું આયોજન ૧૫ એપ્રિલથી કરવું શક્ય નથી જોવા મળી રહ્યું. જોકે ભારે નુકસાનને જોતા બીસીસીઆઈ આઈપીએલની ૧૩મી સીઝનના આયોજનની નવી તારીખ શોધી રહી છે. રિપોટ્‌ર્સ અનુસાર બીસીસીઆઈ જુલાઈમાં મેદાન પર દર્શકો વગર આઈપીએલ ૧૩નું આયોજન કરવા પર વિચાર કરી રહી છે. બીસીસીઆઈ જો આઈપીએલનું આયોજન રદ્દ કરે છે તો સ્ટેક હોલ્ડર્સને ભારે નુકસાન થવાનું નક્કી છે. તેને જોતા બીસીસીઆઈ જુલાઈમાં આઈપીએલ ૧૩નાં આયોજનની યોજના બનાવી રહી છે. સીએનબીસી ટીવી ૧૮ના રિપોટ્‌ર્સ અનુસાર જુલાઈમાં આઈપીએલ ૧૩નું આયોજન બંધ દરવાજામાં જ થશે.
એક રિપોર્ટમાં અંદાજ લગાવાવમાં આવ્યો છે કે આઈપીએલનું આયોજન રદ્દ થવાથી અંદાજે ૨૫૦૦ કરોડ રૂપિયાનું નુકસાન થઈ શકે છે. સૌથી વધારે નુકસાન આઈપીએલ મેચોના ટેલીકાસ્ટ રાઇટ ખરીદનાર સ્ટાર ઇન્ડિયાને થઈ શકે છે. ૨૦૧૮માં સ્ટાર ઇન્ડિયાએ ૧૬૩૪૭ કરોડ રૂપિયામાં ૫ વર્ષ માટે આઈપીએલ બ્રોડકાસ્ટિંગ રાઈટ ખરીદ્યા છે.
ઇન્ડિયન પ્રીમિયર લીગની ફ્રેન્ચાઈઝી ચેન્નઈ સુપર કિંગ્સે પણ કહ્યું કે આઈપીએલ રદ્દ થવા પર તેને ભારે નુકસાનનો સામનો કરવો પડી શકે છે. આ પહેલા રાજસ્થાન રોયલ્સે પણ બીસીસીઆઈને બંધ દરવાજામાં માત્ર ભારતીય ખેલાડીઓની સાથે એક નાની સીઝનનું આયોજન કરવાની માગ કરી છે. રાજસ્થાન રોયલ્સ ઇચ્છે છે કે બોર્ડ ટીમોના હિતને ધ્યાનમાં રાખીને નિર્ણય લે. ઇન્ડિયન પ્રીમિયર લીગની ૧૩મી સીઝનની શરૂઆત ૨૯ માર્ચથી થવાની હતી. પરંતુ કોરોના વાયરસના કહેરને કારણે તેને ૧૫ એપ્રિલ સુધી ટાળવામાં આવી. હવે દેશભરમાં કોરોના વાયરસના ૬૦૦૦થી વધારે કેસ સામે આવી ગયા છે અને પીએમ મોદીએ પણ લોકડાઉન વધારવાના સંકેત આપ્યા છે.

Related posts

૯૭૮ મેચોનાં ઈતિહાસમાં ટીમ ઈન્ડિયાનું સૌથી શર્મનાક પ્રદર્શન…

Charotar Sandesh

બીસીસીઆઈએ કોહલીનો નેટ પ્રેકટીશ દરમ્યાન બેટીંગ અભ્યાસ કરતો વિડીયો શેર કર્યો

Charotar Sandesh

કોઈપણ સક્રિય ખેલાડીની બાયોપિક ન બનાવવી જોઈએ : નિરજ ચોપરા

Charotar Sandesh