Charotar Sandesh
ઈન્ડિયા

દાઉદનુ ઘર નહીં તોડી શકનાર શિવસેનાએ કંગનાનુ ઘર તોડી પાડ્યુ : ફડણવીસ

મુંબઇ : શિવસેના અને અભિનેત્રી કંગના વચ્ચેના ટકરાવમાં હવે ભાજપ કંગનાની પડખે આવી ગઈ છે. મહારાષ્ટ્રના પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડનવીસે શિવસેનાને ટાર્ગેટ કરીને કહ્યુ હતુ કે, દાઉદ ઈબ્રાહિમનુ ઘર નથી તુટતુ પણ કંગનાનુ તુટી જાય છે.
તેમણે શિવસેના પર પ્રહારો કરીને કહ્યુ હતુ કે, કંગનાના વિવાદને શિવસેનાએ વધારે પડતુ મહત્વ આપી દીધુ છે.કંગના કોઈ નેતા નથી.તમે દાઉદનુ ઘર તોડવા તો ગયા નથી પણ કંગનાની ઓફિસ તરત તોડીનાંખી.
આ પહેલા પણ ફડનવીસે મુંબઈ કોર્પોરેશનની કાર્યવાહી પર આપત્તિ વ્યક્ત કરીને કહ્યુ હતુ કે, મહારાષ્ટ્રમાં સરકાર દ્વારા જ આંતક ફેલાવવામાં આવી રહ્યો છે.
દરમિયાન કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ પણ રાજ્યપાલ સાથે મુલાકાત કરી હતી.તેમણે કહ્યુ હતુ કે, કોર્પોરેશનની કાર્યવાહી ખોટી છે અને આ માટે કંગનાને વળતર મળવુ જોઈએ.આઠવલે ગુરુવારે પણ કંગનાને મળવા ગયા હતા અને બંને વચ્ચે એક કલાક મુલાકાત થઈ હતી.
તેમણે તો કંગનાને ભાજપ કે રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયામાં જોડાવા માટે આમંત્રણ પણ આપી દીધુ હતુ અને સુરક્ષાનો વાયદો કર્યો હતો.

Related posts

દેશમાં કોરોના વિસ્ફોટ, એક દિવસમાં ૯૩,૨૪૯ નવા કેસ, મુંબઈની સ્થિતિ ખતરનાક…

Charotar Sandesh

ઈન્ડીયા : આજના દિવસભરના સમાચાર : ક્લીક કરો અને જુઓ હેડલાઈન્સ તારીખ : ૦૮-૧૧-૨૦૨૪

Charotar Sandesh

ગૃહમાં પરંપરાઓ તૂટી, ‘છેલ્લા ૨૪ વર્ષમાં આવું નથી જોયું’ : સરક્ષંણ મંત્રી રાજનાથસિંહ

Charotar Sandesh