Charotar Sandesh
ઈન્ડિયા

દાઉદ ઈબ્રાહિમ વિરૂદ્ધ સરકારની મોટી કાર્યવાહી, ૭ પ્રોપર્ટીની કરાશે હરાજી…

ન્યુ દિલ્હી : ભાગેડુ અંડરવર્લ્ડ ડૉન દાઉદ ઈબ્રાહિમ પર મોદી સરકાર આકરી કાર્યવાહી કરવા જઈ રહી છે. મહારાષ્ટ્રમાં તેની સૌથી મોટી પ્રોપર્ટીની સરકાર નવેમ્બર મહિનામાં હરાજી કરી દેશે. આ હરાજી સ્મગલર્સ એંડ ફોરેન એક્ચેંજ મૈનિપુલટર્સ એક્ટ અંતર્ગત કરવામાં આવશે. સાફેમા અંતર્ગત આગામી ૧૦ નવેમ્બરે દાઉદની ૭ પ્રોપર્ટીની હેરાજી કરવામાં આવશે. કોરોના મહામારીના કારણે આ હરાજી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કરવામાં આવશે. દાઉદની આ પ્રોપર્ટી આ અત્યાર સુધીની સૌથી મોટી હરાજી હશે. એક જ સાથે તેની ૭ પ્રોપર્ટીની હરાજી કરી નાખવામાં આવશે. તેમાંથી ૬ પ્રોપર્ટી મહારાષ્ટ્રના રત્નાગિરી જીલ્લાના મુંબાકે ગામમાં આવેલી છે. આ અગાઉ દાઉદની મહારાષ્ટ્ર અને મુંબઈ ખાતેની પણ અનેક પ્રોપર્ટીઓની હરાજી કરી દેવામાં આવી ચુકી છે.

મોદી સરકાર આ પ્રોપટીની કરી નાખશે હરાજી
૨૭ ગુંઠા જમીન- રિઝર્વ કિંમત ૨,૦૫,૮૦૦ રૂપિયા
૨૯.૩૦ ગુંઠા જમીન -રિઝર્વ કિંમત ૨.૨૩,૩૦૦ રૂપિયા
૨૪.૯૦ ગુંઠા જમીન – રિઝર્વ કિંમત ૧,૮૯,૮૦૦ રૂપિયા
૨૦ ગુંઠા જમીન – રિઝર્વ કિંમત ૧,૨૫,૫૦૦ રૂપિયા
૧૮ ગુંઠા જમીન – રિઝર્વ કિંમત ૧,૩૮,૦૦૦ રૂપિયા
૩૦ ગુંઠા જમીનની સાથે મકાન – રિઝર્વ કિંમત ૬,૧૪,૧૦૦ રૂપિયા

મહારાષ્ટ્રમાં ગુંઠાના આધારે જમીન માનવાનું એક ચોક્કસ માપદંડ છે. એક ગુંઠા બરાબર ૧૨૧ વર્ગ ચોરસ વાર કે ૧૦૮૯ વર્ગ ફૂટ બરાબર થાય છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ પાકિસ્તાને એફએટીએફના ગ્રે લિસ્ટમાંથી બહાર નિકળવા માતે ૮૮ આતંકવાદી જુથો અને હાફિઝ સહિદ, મસૂદ અઝહર અને દાઉદ ઈબ્રાહિમ જેવાઓ પર આકરા આર્થિક પ્રતિબંધો લગાવ્યા હતાં. સાથે જ આ તમામની સંપત્તિઓ પણ જપ્ત કરવાની અને બેંક ખાતા સિલ કરવાના આદેશ આપ્યા હતાં. હવે મોદી સરકારે દાઉદ ઈબ્રાહિમ વિરૂદ્ધ આકરી કાર્યવાહી શરૂ કરી દીધી છે.

Related posts

ભારતની પ્રગતિથી વિશ્વના વિકાસને વેગ મળશે : વડાપ્રધાન મોદી

Charotar Sandesh

બ્રિટનના વડાપ્રધાને પીએમ મોદીને જી-૭માં ભાગ લેવા આમંત્રણ આપ્યું…

Charotar Sandesh

જમ્મૂ-કાશ્મીરમાં ૬.૮ની તીવ્રતાનો ભૂકંપ : લોકોમાં ફફડાટ…

Charotar Sandesh