દિલ્હીનાં પૂર્વમુખ્ય મંત્રી શીલા દિક્ષીતનું 81 વર્ષની વયે નિધન થયું છે. શીલા દિક્ષીત કૉંગ્રેસનાં વરિષ્ઠ નેતા હતાં અને તેઓ વર્ષ 1998થી 2013 સુધી દિલ્હીનાં મુખ્યમંત્રી રહ્યાં હતાં. સમાચાર એજન્સી એએનઆઈ પ્રમાણે દિલ્હીમાં તેમનું નિધન થયું છે, તેઓ લાંબા સમયથી બીમાર હતાં.