Charotar Sandesh
ઈન્ડિયા

દિલ્હીમાં આતંકી હુમલાનું એલર્ટ : જૈશ-એ-મોહમ્મદના 4થી 5 આતંકવાદીઓ છૂપાયા…

સ્પેશિયલ સેલના ઠેર ઠેર દરોડા : અનેક જગ્યાએ તપાસ : દિલ્હીમાં જૈશના ચારથી પાંચ આતંકીઓ ઘુસ્યાનાં અહેવાલ…

નવી દિલ્હી : પાકિસ્તાનના આતંકી સંગઠને પાટનગર દિલ્હીમાં હુમલો કરવાનો કાવતરું ઘડ્યું છે. ઈન્ટેલિજન્સ એજન્સીઓને આતંકી મસૂદ અઝહરના સંગઠન જૈશ-એ-મોહમ્મદના કાવતરા સાથે જોડાયેલા ઈનપુટ મળ્યા છે. માનવામાં આવે છે કે, દિલ્હીમાં જૈશના ચારથી પાંચ આતંકીઓ આવેલા છે. આ ઈનપુટ પછી દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલની ટીમે બુધવાર રાતથી પાટનગર અને આસપાસના વિસ્તારોમાં દરોડા પાડવાનું શરૂ કરી દીધું છે.

બીજી બાજુ બીસીએફએ જમ્મુ-કાશ્મીરના અખનૂર સેક્ટરમા આંતરરાષ્ટ્રીય સીમા પાસે અમુક ઘૂસણખોરોની ધરપકડ કરી છે. તેઓ પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીર (પીઓકે)માંથી ભારતીય સીમામાં પ્રવેશ કરવાનો પ્રયત્ન કરતાં હતા. સેનાએ તે ઘૂસણખોરોને પોલીસને સોંપી દીધા છે.

આ પહેલાં અમેરિકાના સહાયક રક્ષામંત્રી રેન્ડલ શ્રાઈવરે કહ્યું હતું કે, જમ્મુ-કાશ્મીરથી અનુચ્છેદ 370 હટાવ્યા પછી આતંકીઓ ખૂબ ગુસ્સે થયેલા છે. જો પાકિસ્તાન આતંકીઓને કંટ્રોલ કરવામાં નિષ્ફળ રહેશે તો આતંકીઓ ભારત પર હુમલો કરી શકે છે. પાક આતંકીઓ પર કેટલી નદર રાખી શકશે તે ચિંતાનો વિષય છે.

Related posts

ભારતમાં સતત ત્રીજા દિવસે કોરોનાના એક્ટિવ કેસનો આંકડો ૩ લાખની અંદર…

Charotar Sandesh

મોદી, BJP સત્તામાં નહીં રહે તો પણ કાશ્મીર ભારતનું જ અંગ રહેશેઃ અમિત શાહ

Charotar Sandesh

૩૭૦ કલમ નાબૂદ : કાશ્મીરમાં વધુ ૮૦૦૦ જવાન મોકલાયા…

Charotar Sandesh