Charotar Sandesh
ઈન્ડિયા

દિલ્હીમાં ઇઝરાઇલ દૂતાવાસ નજીક IED બ્લાસ્ટ, મોટી જાનહાની ટળી…

બ્લાસ્ટમાં ચાર થી પાંચ કારને નુકસાન થયુ હોવાના અહેવાલ…

ન્યુ દિલ્હી : દિલ્હીમાં ઇઝરાયેલ એલચી કચેરી પાસે આઇઇડી બ્લાસ્ટ થયાના સચ્માચાર મળી રહ્યા છે. દેશની રાજધાની દિલ્હીમાં ઇઝરાયલી દૂતાવાસમાં થયેલા વિસ્ફોટોથી થોડા સમય માટે અફરાતફરી સર્જાઇ હતી. પોલીસના જણાવ્યા અનુસાર બ્લાસ્ટ નજીવો હતો અને તેમાં કોઈને ઈજા થઈ નથી. બ્લાસ્ટને કારણે ચાર-પાંચ કારને નુકસાન થયું છે.
દિલ્હી પોલીસે ની સ્પેશિયલ સેલની ટીમ પણ અત્યારે હાલ ઘટનાસ્થળ પર પહોંચી ગઇ છે પ્રાથમિક માહિતી દિલ્હી પોલીસ દ્વારા મળી રહી છે જેમાં કોઈ પણ વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો હોવાના સમાચાર નથી. દિલ્હી પોલીસ દ્વારા બ્લાસ્ટ ના સમાચારની પુષ્ટિ કરવામાં આવી છે. સમગ્ર વિસ્તારને સીલ કરવામાં આવ્યો છે.
જ્યાં એક બાજુ રાજધાનીની બોર્ડર પર ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે અને રાજધાનીના વિજય ચોકમાં ભારતીય સુરક્ષા દળો તેમની પરંપરાગત બિટિંગ ધ રીટ્રીટ સેરેમની ઉજવી રહ્યા છે ત્યારે આ બ્લાસ્ટની ઘટનાને લઈને વધુ સાવચેતી રાખવાની જરૂર ઊભો થઈ હોય તેવુ જણાઈ રહ્યું છે.

Related posts

ધુલિયામાં કરા સાથે કમોસમી વરસાદ : ૧નું મોત, આઠ ઘાયલ…

Charotar Sandesh

દુનિયાભરમાં આકાશમાં ઉડનારા ૧૬૦૦૦થી વધુ વિમાનો અત્યારે જમીન પર શાંત…

Charotar Sandesh

હવે ભારતમાં રશિયાની વેક્સિન સ્પુતનિક-વી ને મળી મંજૂરી…

Charotar Sandesh