Charotar Sandesh
ઈન્ડિયા

દિલ્હીમાં ફરીથી લોકડાઉન કરવાની અરજી હાઇકોર્ટે ફગાવી…

હાઇકોર્ટનો સરકારને સવાલઃ તમારી પાસે લોકડાઉન સિવાય કોઇ ઉપાય નથી?

ન્યુ દિલ્હી : દેશની રાજધાની દિલ્હીમાં કોરોના વાયરસના વધતા જતા કેસો વચ્ચે હાઈ કોર્ટે સોમવારે દિલ્હીની અંદર તાત્કાલિક લોકડાઉન કરવાની અરજીને ફગાવી દીધી હતી. દિલ્હી હાઈકોર્ટે આ અરજીની સુનાવણી કરતાં અરજદારને પૂછ્યું હતું કે કોરોના વાયરસના ચેપને રોકવા માટે લોકડાઉન જ એકમાત્ર ઉપાય છે. નોંધનીય છે કે, તાજેતરના સમયમાં દિલ્હીમાં કોરોના વાયરસના દૈનિક કેસોમાં ઝડપથી વધારો થયો છે, જેના કારણે સરકારે તાજેતરમાં કેટલાક બજારોમાં પ્રતિબંધો પણ લગાવી દીધા છે.
આપને જણાવી દઈએ કે, દિલ્હીમાં કોરોના વાયરસના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને કેજરીવાલ સરકારે લગ્ન સમારંભોમાં આવેલા મહેમાનોની સંખ્યા ૨૦૦ થી ઘટાડીને ૫૦ કરવા અને જાહેર સ્થળો પર માસ્ક ન પહેરવા બદલ ૫૦૦ થી ૨૦૦૦ રૂપિયા દંડ વધારવા ઘણા નિર્ણયો લીધા છે. તાજેતરમાં જ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે રાજધાનીમાં કોરોના વાયરસની આ ત્રીજી લહેર છે તે નકારી શકાય નહીં અને સરકાર તેનાથી બચવા તમામ જરૂરી પગલાં લેશે.
દિલ્હીમાં રવિવારે કોરોના વાઇરસના નવા ૬૭૪૬ કેસ નોંધાયા. તેની સાથે રાજધાનીમાં કોરોની દર્દીઓની સંખ્યા વધીને ૫.૨૯ લાખથી વધુ થઇ ગઇ છે. ઉપરાંત છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાને કારણે ૧૨૧ દર્દીના મોત થઇ ગયા. માટે તાકિદે લોકડાઉન લાદવાની માગ થઇ રહી છે

Related posts

સરકાર માટે ખુશખબર : જાન્યુઆરીમાં રેકોર્ડ ૧.૨૦ લાખ કરોડનું GST કલેક્શન થયું…

Charotar Sandesh

કેન્દ્રના આરોગ્ય મંત્રાલય દ્રારા નવી ગાઇડલાઇન : હવે કોરોના સંદિગ્ધનો મૃતદેહ પરિવારને સોંપાશે…

Charotar Sandesh

આગામી વિશ્વ કપમાં એશિયાની ટીમો શાનદાર પ્રદર્શન કરશેઃ જાન્ટી રોડ્‌સ

Charotar Sandesh