Charotar Sandesh
ઈન્ડિયા

દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ભાજપ તૈયાર : શાહના ઘરે બેઠકોના દોર શરૂ…

૭૦માંથી ૪૫ બેઠકોના ઉમેદવાર ભાજપે નક્કી કર્યા..!

ન્યુ દિલ્હી : વિધાનસભા ચૂંટણી ૨૦૨૦ને લઈને રાજકીય પાર્ટીઓએ હવે પોતાની કમર કસી લીધી છે. તેને લઈને જ હવે ઉમેદવારોના નામો પર ચર્ચા-વિચારણા શરૂ થઈ ગઈ છે. અહેવાલ છે કે, તેને ધ્યાને લઈ બીજેપીએ પણ પોતાના ઉમેદવારોના નામ પર અંદરખાને મોહર મારવાનું શરૂ કરી દીધું છે. વિધાનસભા ચૂંટણીને ધ્યાને લઈ રવિવારે બીજેપી અધ્યક્ષ અને ગૃહમંત્રી અમિત શાહના ઘરે પાર્ટીની કૉર કમિટીની મેરથોન બેઠક યોજાઈ હતી. રાત્રે ૩ વાગ્યા સુધી ચાલેલી આ બેઠકમાં કઈ સીટ પર કોને ઊભા રાખવાના છે, તે મુખ્ય મુદ્દો રહ્યો. સાથોસાથ કોની સાથે ગઠબંધન કરવાનું છે તે પણ મહત્વપૂર્ણ મુદ્દો રહ્યો.
બીજેપી અધ્યક્ષ અમિત શાહના ઘરે બેઠક રવિવાર સાંજે લગભગ ૮ વાગ્યે શરૂ થઈ જે રાત્રે ૩ વાગ્યા સુધી ચાલી. મળતી માહિતી મુજબ આ દરમિયાન ૭૦ સીટોમાંથી ૪૫ સીટો પર અનેક ઉમેદવારોના નામ પણ ફાઇનલ થઈ ગયા. અન્ય સીટો માટે હવે આવનારા દિવસોમાં આવી જ બેઠકોનો દોર ચાલશે.
આ બેઠક દરમિયાન ઉમેદવારોના નામ ફાઇલન કરવાની સાથોસાથ બીજો મહત્વપૂર્ણ મુદ્દો હતો ગઠબંધન. આ દરમિયાન ચૂંટણીને ધ્યાને લઈ દુષ્યંત ચૌટાલા અને અકાલીની સાથે ગઠબંધનને લઈને પણ મંત્રણા થઈ. મળતી માહિતી મુજબ, તેને લઈને હજુ એકમત નથી શકી શકી પરંતુ પાર્ટીના વરિષ્ઠ નેતાઓએ તે મુદ્દે લગભગ નિર્ણય લઈ લીધો છે અને તેની ટૂંક સયમાં જાહેરાત પણ કરવામાં આવશે.
૧૪૦૦ ઉમેદવારોને કરવામાં આવ્યા શૉર્ટલિસ્ટબીજી તરફ, સૂત્રો મુજબ, બીજેપીએ દિલ્હી વિધાનસભા ચૂંટણીને ધ્યાને લઈ ૭૦ સીટો માટે ૧૪૦૦ ઉમેદવારોને શૉર્ટલિસ્ટ કર્યા છે. બીજેપીની ચૂંટણી સિમિતમાં સામેલ બીજેપીના વરિષ્ઠ નેતાએ જણાવ્યું કે ચૂંટણીને જોતાં આયોજિત એક બેઠકમાં ટિકિટ ઈચ્છુક લોકોના નામ પર ચર્ચા કરવામાં આવી.

Related posts

મોદી પેટ્રોલની કિંમત અને ચીન પર બોલતા ડરે છે : અસદુદ્દીન ઓવૈસી

Charotar Sandesh

લૉકડાઉનમાં છુટછાટના પ્રથમ દિવસે જ કોરોના વિસ્ફોટ : ૮૧૭૧ પોઝિટિવ કેસ નોંધાયા…

Charotar Sandesh